હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.
જામનગરના કાલાવાડમાં આભ ફાટ્યું છે. કાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જામનગરના મુળીલા, બાલંભડી, નપાણીયા, ખીજડિયા ગામોમાં ભારે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. મુળીલા ગામે ૪ કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે કાલાવડથી મુળીલા અને મુળીલાથી નપાણીયા જવાનો રસ્તો બંધદ્વારકા પંથકમાં પણ જામ્યો વરસાદી માહોલ જામ્યો છે. દ્વારકાના ભોગાત ગામે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભોગાત ગામની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી મગફળીના પાકને ફાયદો થશે.