મહિલા રેસલરોના જાતીય સતામણીના મામલામાં કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહને જામીન મળી ગયા છે. ભાજપ સાંસદને દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે ગુરૂવારે જામીન આપ્યા છે. કોર્ટે જામીન માટે શરત રાખી છે કે બૃજભૂષણ કોર્ટને જણાવ્યા વગર વિદેશ પ્રવાસ કરી શકશે નહીં. બૃજભૂષણના જામીનને લઈને દિલ્હી પોલીસે કર્યું કે અમે ન તો વિરોધ કરીએ છીએ ન તેના પક્ષમાં છીએ. આ પહેલા રાઉઝ એવેન્યૂ કોર્ટે સવારે સુનાવણી કરી હતી અને જામીન પર ર્નિણય સુરક્ષિત રાખી લીધો હતો. પછી કોર્ટે ૪ કલાકે કાર્યવાહી શરૂ કરી અને બૃજભૂષણને કેસમાં નિયમિત જામીન આપવાનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે ૧૮ જુલાઈએ બૃજભૂષણ શરણ સિંહને વચગાળાના જામીન આપ્યા હતા. હવે તેને મોટી રાહત મળતા નિયમિત જામીન મળી ગયા છે. તેમના વકીલે કહ્યુ કે બૃજભૂષણ શરણ સિંહને જ્યારે ચાર્જશીટ દાખલ કરવા સુધી ધરપકડ કરવાની જરૂર ન પતી તો પછી હવે તેની શું જરૂર છે. તેને આધાર માનતા કોર્ટે જામીન આપી દીધા છે. બૃજભૂષણ સિવાય તેના નજીકના અને કુશ્તી મહાસંઘના પૂર્વ પદાધિકારી વિનોદ તોમરને પણ રાહત મળી છે. તેને પણ કુલ છ કેસોમાં માત્ર ૨માં સહ-આરોપી બનાવવામાં આવ્યો છે.
બ્રિજભૂષણ શરણ સિંહના નિયમિત જામીનની સુનાવણી ગુરુવારે હાથ ધરવામાં આવી હતી. તેની શરૂઆત દિલ્હી પોલીસની દલીલોથી થઈ હતી. અધિક સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે દલીલ કરી હતી કે અમે કાયદાનું ઉલ્લંઘન કરી શકીએ નહીં. પરંતુ એટલું ચોક્કસ કહેવામાં આવશે કે જાે કોર્ટ આરોપીને જામીન આપે છે તો તેની સાથે શરતો પણ મુકવી પડશે. આરોપીઓ સાક્ષીઓને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે, તેથી જ આ શરત લાદવી જરૂરી છે. પોલીસ બાદ ફરિયાદીના વકીલ હર્ષ વોહરાએ પણ દલીલ કરી હતી કે જાે કોર્ટ જામીન આપવા ઈચ્છતી હોય તો તેણે ઓછામાં ઓછી કડક શરતો લાદવી જાેઈએ. આરોપી વતી રાજીવ મોહને કોર્ટને ખાતરી આપી હતી કે અમે દરેક શરત સ્વીકારવા તૈયાર છીએ.