Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બાગેશ્વર ધામમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના બાગેશ્વરધામમાં અરજી લગાવવા આવેલા શખ્સનો મૃતદેહ મળ્યો
    India

    બાગેશ્વર ધામમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના બાગેશ્વરધામમાં અરજી લગાવવા આવેલા શખ્સનો મૃતદેહ મળ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામમાંથી વધુ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. બાગેશ્વર ધામમાં અરજી લગાવવા આવેલા એક શખ્સનો મૃતદેહ બાયપાસ રોડ પરથી મળી આવ્યો છે. છેલ્લા એક મહિનામાં બાગેશ્વર ધામમાંથી કુલ ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે આધેડનો મૃતદેહ મંગળવારે મોડી રાત્રે મળી આવ્યો તે બાગેશ્વર ધામમાં પૂજા અને દર્શન કરવાની સાથે સાથે બાગેશ્વર ધામ સરકારના દરબારમાં અરજી કરવા માટે આવ્યો હતો. એક મહિનામાં ૪ મૃતદેહ મળતા પોલીસ પણ એક્શનમાં છે. આ સાથે જ આ ઘટનાઓ બાદ બાગેશ્વર ધામમાં આવતા શ્રદ્ધાળુઓની ચિંતામાં વધારો થાય તે પણ સ્વાભાવિક છે.
    પ્રાપ્ત માહિતી પ્રમાણે બાગેશ્વર ધામમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જે ત્યાં પૂજા કરવાના હેતુથી આવ્યો હતો. બાગેશ્વર ધામના બાયપાસ રોડ પરથી એક આધેડની લાશ મળી આવી છે. તાત્કાલિક આ માહિતી સ્થાનિક પોલીસને આપવામાં આવી હતી.
    મોડી રાત્રે મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસમાં પણ ખળભળાટ મચી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક બમિથા પોલીસ સ્ટેશનની પોલીસે મૃતદેહનો કબજાે લઈને તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિની લાશ મળી આવી છે તે મૂળ મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો છે. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા ૧ મહિનામાં બાગેશ્વર ધામમાંથી ચોથો મૃતદેહ મળી આવ્યો છે.
    આ અગાઉ ૧૭ જૂનના રોજ ગડા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. મૃતદેહ પર કોઈ કપડા નહોતા. તે સમયે તેની ઓળખ પણ નહોતી થઈ શકી. આ અગાઉ ૧૧ જૂન ૨૦૨૩ના રોજ પણ બાગેશ્વર ધામમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. દિલ્હીથી આવેલા એક વ્યક્તિની લાશ બાગેશ્વર ધામ પાસેના ગામમાંથી મળી આવી હતી. બાગેશ્વર ધામમાં સતત મૃતદેહો મળવાના કારણે પોલીસમાં પણ ખળભળાટ મચી ગયો છે. હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, અંતે સતત લોકોના મૃતદેહ કેમ મળી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.