લગભગ અઢી મહિનાથી મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. બુધવારે (૧૯ જુલાઈ) હિંસાનો ૭૮મો દિવસ બની ગયો. મેઇતેઇ સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિનો દરજ્જાે મેળવવાની માગણી અને ૩ મેના રોજ પહાડી જિલ્લાઓમાં આયોજિત ‘આદિવાસી એકતા કૂચ’ પછી શરૂ થયેલી અથડામણોની શ્રેણી હજુ અટકી નથી. આ દરમિયાન હિંસામાં ૧૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે અને હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્યમાં સેના પણ તૈનાત કરવામાં આવી છે, પરંતુ અઢી મહિનાથી ચાલી રહેલી હિંસાની તસવીરો ચિંતાજનક છે. હવે સોશિયલ મીડિયા પર એક શરમજનક વીડિયો વાયરલ થયો છે. નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં અપહરણ, ગેંગરેપ અને હત્યા વગેરેનો કેસ નોંધવામાં આવ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, બુધવારે (૧૯ જુલાઈ) મણિપુરમાં નગ્ન પરેડ કરતી બે મહિલાઓનો વીડિયો સામે આવ્યા બાદ મણિપુરના પહાડી વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. ૪ મેના આ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે બીજી બાજુના કેટલાક લોકો એક સમુદાયની બે મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરી રહ્યા છે.
આ વીડિયો ગુરુવારે ઇન્ડિજીનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમની પ્રસ્તાવિત કૂચના એક દિવસ પહેલા સામે આવ્યો છે. ૈં્ન્હ્લના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ઘૃણાસ્પદ ઘટના ૪ મેના રોજ કાંગપોકપી જિલ્લામાં બની હતી અને વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે પુરુષો સતત લાચાર મહિલાઓની છેડતી કરી રહ્યા છે અને તેઓ (મહિલાઓ) રડી રહી છે અને તેમના માટે ભીખ માંગી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ‘જઘન્ય કૃત્ય’ની નિંદા કરતા એક નિવેદનમાં, પ્રવક્તાએ માંગ કરી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો, રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગ ગુનાની સંજ્ઞાન લે અને ગુનેગારો સામે પગલાં લે. કુકી-જાે આદિવાસીઓ ગુરુવારે ચર્ચંદપુરમાં તેમની સૂચિત વિરોધ કૂચ દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવાની યોજના બનાવી રહ્યા છે. મણિપુરમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહે મેના અંતમાં રાજ્યની મુલાકાત લીધી હતી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તે જ સમયે, વિપક્ષી પાર્ટીઓ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આ મામલે મૌન રાખવાનો આરોપ લગાવી રહી છે.
કેટલાક અગ્રણી નેતાઓના ઘર પણ હિંસાની પકડમાંથી બચ્યા નથી. ૧૫ જૂનની રાત્રે, ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહના ઘરની તોડફોડ કરી અને આગ લગાવી દીધી. આ પહેલા ૧૪ જૂનના રોજ કેટલાક લોકોએ ઇમ્ફાલના લામફેલ વિસ્તારમાં મહિલા મંત્રી નેમચા કિપજેનના સત્તાવાર નિવાસસ્થાને પણ આગ લગાવી દીધી હતી. કેન્દ્ર સરકારે ૨૪ જૂને મણિપુર મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બેઠકમાં રાજ્યમાં સરકાર દ્વારા લેવામાં આવનારા પગલાં વિશે માહિતી આપી હતી. વિપક્ષે રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહને તાત્કાલિક હટાવવાની માંગ કરી હતી. કેટલાક નેતાઓએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી. તે જ સમયે, મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મણિપુરને લઈને આઠ મુદ્દાની માંગ કરી હતી, જેમાં સીએમ બિરેન સિંહને તાત્કાલિક હટાવવાની માંગ નંબર વન હતી.