અભિનેતા વરુણ અને જ્હાન્વી કપૂર હાલ તેમની ફિલ્મ ‘બવાલ’ને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બંનેનું ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ સામે આવ્યું છે. જેને લઈને ઈન્ટરનેટનો પારો વધી ગયો છે. જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે વરુણ ધવન સાથે ખૂબ રોમાંચક પોઝ આપી રહી છે. આ તસવીરોમાં જાહ્નવી અને વરુણ ધવન બ્લેક આઉટફિટમાં કેમેરા સામે પોઝ આપતા ખૂબ જ હોટ લાગી રહ્યા છે. જ્હાન્વી અને વરુણની આ તમામ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે. દરેક તસવીરમાં બંને એકથી એક પોઝ આપી રહ્યાં છે.
જેના પરથી ચાહકોની આંખો હટાવવાનું મુશ્કેલ બની ગયું છે. જાહ્નવી કપૂરે ફોટોશૂટ માટે બ્લેક ઑફ શોલ્ડર ડીપનેક ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રીએ ખુલ્લા વાંકડિયા વાળ અને સટલ મેકઅપ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. બીજી તરફ, વરુણ પણ બ્લેક લેધર જેકેટ પહેરીને આ ફોટોશૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. જ્હાન્વી સાથેની તેની કેમેસ્ટ્રી ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. વરુણ અને જાહ્નવીની આ તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. અભિનેત્રીની આ પોસ્ટ પર થોડી જ મિનિટોમાં ૧૫ હજારથી વધુ લાઈક્સ આવી ગઈ છે. જણાવી દઈએ કે બંનેની ફિલ્મ ‘બવાલ’ ૨૧ જુલાઈએ રિલીઝ થશે.