જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. તિસ્તાને જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે તમામ દસ્તાવેજાે તપાસ એજન્સી પાસે ઉપલબ્ધ છે અને કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સાક્ષીઓને કોઈપણ રીતે પ્રભાવિત કરી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને પણ રદ્દ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેન્ચે આ મહિનાની શરૂઆતમાં તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી. આ સાથે તિસ્તાને કસ્ટડીમાં લેવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે તે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી જ્યાં દેશની સર્વોચ્ચ અદાલતે ર્નિણય પર સ્ટે આપ્યો હતો. ગત વર્ષે ઝાકિયા જાફરી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો, ત્યાર બાદ તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ પહેલા તિસ્તા સેતલવાડની અરજી પર સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલો શરૂ કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાત સરકાર કહે છે કે ગુજરાત રમખાણોને લઈને ષડયંત્ર રચવામાં આવ્યું હતું, નકલી દસ્તાવેજાે તૈયાર કરવામાં આવ્યા હતા. આ બધું જૂઠાણું છે. ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલે દલીલ કરી હતી તેવી હ્લૈંઇમાં પણ આ જ વાત કહેવામાં આવી હતી. સિબ્બલે કહ્યું કે મારા અસીલે કોઈ શરતનું ઉલ્લંઘન કર્યું નથી અને તે વચગાળાના જામીન પર છે. પરંતુ હાઇકોર્ટે અચાનક જ જામીન રદ કરી દીધા હતા. આ મામલામાં કપિલ સિબ્બલે કોર્ટને સમગ્ર મામલો સમજાવ્યો અને કહ્યું કે એફઆઈઆર બનાવટી પુરાવાઓ બનાવીને નોંધવામાં આવી છે. એફઆઈઆર દાખલ થયા બાદ માત્ર તિસ્તાની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કેસની તપાસ આગળ વધી ન હતી. છ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવા છતાં તેની માત્ર એક દિવસ જ પૂછપરછ કરવામાં આવી હતી.