Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»૨૧ જૂને સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ યોગા દિવસ
    WORLD

    ૨૧ જૂને સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ યોગા દિવસ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શિલ્પા-મલાઇકા જ નહીં! બોલિવૂડની ૯ હસીનાઓ પણ યોગથી રહે છે ફિટ

    જ્યારે પણ યોગની વાત આવે છે ત્યારે અવારનવાર શિલ્પા શેટ્ટી અને મલાઈકા અરોરાનું નામ સામે આવે છે. આ બંને એક્ટ્રેસીસ યોગ કરે છે અને પોતાની ફિટનેસથી બધાને પ્રભાવિત કરે છે. પરંતુ આ સિવાય પણ ઘણી એક્ટ્રેસીસ છે, જેમના રૂટીનમાં યોગ પણ સામેલ છે. બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની મોટાભાગની એક્ટ્રેસીસ ફિટનેસ માટે યોગ કરવાનું પસંદ કરે છે. આ લિસ્ટમાં સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરનું નામ પણ સામેલ છે. પ્રેગ્નન્સી બાદ પોતાનું વજન ઓછું કરવા માટે બેબોએ યોગનો સહારો લીધો હતો. જેકલીન ફર્નાન્ડીઝ છેલ્લા કેટલાક સમયથી સિલ્વર સ્ક્રીન પર દેખાઈ નથી અને તે લાઈમ લાઈટથી પણ દૂર છે. જેકલીન ફિટનેસને લઈને સજાગ છે અને ઘણીવાર યોગ સાથે જાેડાયેલા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. આલિયા ભટ્ટ આ દિવસોમાં મધરહૂડને એન્જાેય કરી રહી છે. પ્રેગ્નેન્સી દરમિયાન તેનું વજન વધી ગયું હતું, હવે તે યોગની મદદ લઈને ફરી પોતાનું રૂટીન સેટ કરી રહી છે. તે ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જાેવા મળશે. જેકી ભગનાની સાથેના રિલેશન માટે જાણીતી રકુલ પ્રીત સિંહ બોલિવૂડ અને સાઉથ બંને ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે ફિટનેસ માટે યોગમાં પણ વિશ્વાસ ધરાવે છે અને અવારનવાર પોતાના યોગ કરતાં ફોટા શેર કરતી રહે છે. હાલમાં જ સલમાન ખાન સાથે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જાેવા મળેલી પૂજા હેગડે પણ ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. ખાસ કરીને યોગને તેના રૂટીનમાં સામેલ કરે છે. તે યોગ સાથે જાેડાયેલા ફોટા શેર કરતી રહે છે. લસ્ટ સ્ટોરીઝ’ ફેમ તમન્ના ભાટિયા આ દિવસોમાં વિજય વર્મા સાથેના રિલેશનને લઈને ચર્ચામાં છે. તેની ફિટનેસ રૂટિન વિશે વાત કરીએ તો તેને યોગ કરવાનું પસંદ છે અને તે નિયમિત રીતે યોગ કરે છે. ફિલ્મ ‘સીતા રામમ’ અને પછી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની હાજરી નોંધાવનાર મૃણાલ ઠાકુરને યોગ પસંદ છે. તે પોતાના દિવસની શરૂઆત યોગાથી કરવાનું પસંદ કરે છે અને ઘણીવાર ફોટો પણ શેર કરે છે. પોતાની ક્યૂટ સ્માઇલથી બધાને આકર્ષિત કરનાર સામંથા રૂથ પ્રભુને પણ યોગ કરવાનું પસંદ છે. તેના મતે, તેને યોગથી ફિટનેસની સાથે માનસિક શાંતિ પણ મળે છે. આ લિસ્ટમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. દીપિકાની ફિટનેસ રૂટિનમાં યોગનો મુખ્ય રીતે સમાવેશ થાય છે. માનસિક શાંતિ માટે યોગને જરૂરી માનતી દીપિકા અનેકવાર યોગ મુદ્રામાં પોતાના ફોટા શેર કરી ચુકી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      એઆઈ રેસ: ચાઇનાથી પાછળ રહી જવાની માર્ક ઝુકરબર્ગની યુએસને ગંભીર ચેતવણી

      August 11, 2026

      Donald Trump: યુદ્ધના ભય વચ્ચે શાંતિની આશા: ટ્રમ્પ અને ઈરાન વચ્ચે વાટાઘાટોની શક્યતા

      August 6, 2026

      મેટા અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ ઉકેલાયો: માર્ક ઝુકરબર્ગે માફી માંગી, IT કાયદા અને સેફ હાર્બર પર મોટો નિર્ણય

      August 5, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.