Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સીમા હૈદરની યુપી એટીએસ દ્વારા સતત પૂછપરછ સીમા હૈદરનું એક જ રટણ, સચિનના પ્રેમમાં ભારત આવી
    India

    સીમા હૈદરની યુપી એટીએસ દ્વારા સતત પૂછપરછ સીમા હૈદરનું એક જ રટણ, સચિનના પ્રેમમાં ભારત આવી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની યુપી એટીએસ સતત પૂછપરછ કરી રહી છે. સીમાથી અજાણ્યા સ્થળે છેલ્લા કેટલાય કલાકોથી પૂછપરછ ચાલી રહી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીમાને જે પણ સવાલ પૂછવામાં આવે છે, તેના જવાબમાં તે માત્ર એટલું જ કહી રહી છે કે હું સચિનના પ્રેમમાં અહીં આવી છું. સીમાએ પૂછપરછ દરમિયાન નોઈડા પોલીસને પણ આવો જ જવાબ આપ્યો હતો. આ કેસમાં સચિન અને સીમાને સામસામે બેસાડીને ક્રોસ ક્વેશ્ચ્‌નીંગ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી કોઈ મોટી વાત બહાર આવી નથી.

    એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર સીમાએ ખૂબ જ કડક પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી હશે. જેના કારણે તે ખૂબ જ સાવચેતીથી જવાબો આપી રહી છે. આથી પોલીસ હવે પૂછપરછ દરમિયાન મનોવૈજ્ઞાનિકને તેમની સાથે બેસાડી શકે છે. જેથી સીમા પર બારીકાઈથી નજર રાખી શકાય. યુપી એટીએસની ટીમે સીમા અને સચિનને એકસાથે બેસાડ્યા અને ઘણા મહત્વના પુરાવાઓની પૂછપરછ કરી હતી. જેમાં નેપાળમાં તેમની મુલાકાત અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. અગાઉ કહેવામાં આવ્યું હતું કે બોર્ડર પરથી બે પાસપોર્ટ મળી આવ્યા છે. આ સિવાય પોલીસને તેની પાસેથી એક ઓળખ પાત્ર પણ મળ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સીમા અને સચિન નેપાળમાં પણ મળ્યા હતા, જ્યાં બંને લગભગ એક અઠવાડિયા સુધી એક હોટલમાં રહ્યા હતા.

    સીમા મે મહિનામાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી અને હવે તે તેના ભારતીય પાર્ટનર સચિન મીના સાથે ગ્રેટર નોઈડામાં રહે છે. સીમા પાસે ઘણા ફોન અને અન્ય વસ્તુઓ મળવાના કારણે તેના પર શંકા થઇ હતી, ત્યારબાદ યુપી એટીએસએ તેને કસ્ટડીમાં લીધી હતી. સીમા અને સચિનની ૪ જુલાઈએ ગ્રેટર નોઈડા પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ કોર્ટે ૭ જુલાઈએ બંનેને જામીન આપ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.