Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»કન્નડ ફિલ્મથી કરી શરૂઆત, બોલિવૂડમાં છે જલવો દીપિકા પાદુકોણ સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેત્રી
    Entertainment

    કન્નડ ફિલ્મથી કરી શરૂઆત, બોલિવૂડમાં છે જલવો દીપિકા પાદુકોણ સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેત્રી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વાસ્તવમાં, અમે અહીં દીપિકા પાદુકોણ વિશે વાત કરી રહ્યા છીએ જે આ દિવસોમાં બોલિવૂડ કરતાં સાઉથની ફિલ્મોના સેટ પર વધુ જાેવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દેશની સૌથી વધુ કમાણી કરતી મહિલા સેલિબ્રિટી બની ગઈ છે. દીપિકા પાદુકોણને હાલમાં બોલિવૂડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેત્રી માનવામાં આવે છે કારણ કે તેણે નાણાકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં ટેક્સ તરીકે રૂ. ૧૦ કરોડ ચૂકવ્યા હતા અને ત્યારથી તે સમાન અંદાજની કમાણી કરી રહી છે.ટેક્સ ચૂકવી રહી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ દરમિયાન અત્યાર સુધી અન્ય કોઈ અભિનેત્રી ૧૦ કરોડ રૂપિયા ટેક્સ ભરવાની નજીક નથી પહોંચી. આ યાદીમાં બીજા નંબરે આલિયા ભટ્ટ છે, જે દર વર્ષે લગભગ રૂ. ૫-૬ કરોડ ટેક્સ ચૂકવવા માટે જાણીતી છે. દીપિકા પહેલા, બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ બોલિવૂડની સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેત્રી હતી, તેણે નાણાકીય વર્ષ ૨૦૧૩-૨૦૧૪માં રૂ. ૫ કરોડથી વધુ ટેક્સ ચૂકવ્યો હતો.

    જાે કે, તેના નવા પ્રોજેક્ટ્‌સની સફળતા અને નવી બિઝનેસ શક્યતાઓ પછી, તે આ બાબતમાં દીપિકા પાદુકોણથી પાછળ રહી ગઈ. સ્ટોકગ્રો અનુસાર, દીપિકા પાદુકોણની અંદાજિત નેટવર્થ લગભગ રૂ. ૫૦૦ કરોડ છે અને તે દર વર્ષે રૂ. ૪૦ કરોડ કમાય છે. ૨૦૧૮ થી, પઠાણ અભિનેત્રીએ ફિલ્મો માટે તેની ફી પણ વધારી દીધી છે. હાલમાં તે ફિલ્મો માટે ૧૫-૨૦ કરોડ રૂપિયા અને જાહેરાતો માટે ૮ કરોડ રૂપિયાથી વધુ ફી લે છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથેની દીપિકાની તાજેતરની ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને તેણે વિશ્વભરમાં ૧૦૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. દીપિકાની વિશાળ સંપત્તિ અને આવક તેને બોલિવૂડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેત્રી બનાવે છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે દીપિકા પાદુકોણ અભિનેત્રીઓની યાદીમાં ટોચ પર છે, ત્યારે બોલિવૂડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેતા અક્ષય કુમાર છે. રિપોર્ટ્‌સ અનુસાર, અક્ષય કુમાર દર વર્ષે ૨૫ કરોડ રૂપિયાથી વધુ ટેક્સ ચૂકવે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.