અભિનેત્રીઓ જ્યારે ઘરની બહાર નિકળે ત્યારે હટકે લુકમાં જાેવા મળતી હોય છે. ખાસ કરીને ફેન્સનું ધ્યાન આઉટફિટ્સ પર હંમેશા જતુ હોય છે. આમ, ક્રિતી સેનને મુંબઇમાં ફિલ્મ આદિપુરુષના સ્ક્રીનિંગમાં હાજરી આપવા મોંઘીદાટ સાડી પહેરીને ગઇ હતી. દર્શકોનું ધ્યાન સાડી પર ગયુ અને લોકોની નજરમાં હોટ બની ગઇ. મુવીના પ્રમોશન દરમિયાન ક્રિતીએ પહેરેલી સાડીએ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ સાડી સાથે ક્રિતીએ ફૂલ સ્લીવનો બ્લાઉઝ પહેર્યો હતો. સુંદર ગ્રે સાડીમાં ક્રિતી મસ્ત લાગી રહી હતી. ક્રિતીની સ્ટાઇલિશે ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીની તસવીરો શેર કરી છે. આ તસવીરો લોકોને ખૂબ પસંદ પડી. આ તસવીરો એક નજરે લોકોને ગમી જાય છે. તસવીરમાં તમે ક્રિતીની સાડી એક નજરમાં જાેશો તો ગમી જાય એવી છે. ક્રિતી સેનને ફેમસ ફેશન ડિઝાઇનર તરુણ તાહિલિયાનીની સાડી પહેરી છે. નવાઇની વાત તો એ છે કે આ સાડીની કિંમત ?૧૧૪,૯૦૦ છે. આ સાડીની કિંમતથી વટ પડી જાય એવો છે. આ સાડીમાં ક્રિતી સેનનો રોયલ લુક લાગી રહ્યો છે. આ સાડીમાં ગોલ્ડ ગોટા પટ્ટી એમ્બ્રોડરી અને વાઇબ્રન્ટ કલમકારી પેટર્ન છે. ગ્રે શિફોન સિલ્ક સાડીમાં ક્રિતી એકથી એક ચઢિયાતા પોઝ આપી રહી છે. આ સુંદર સાડીમાં લાલ, નારંગી, વાદળી, લીલો અને ભૂરા સહિત અનેક રંગો જાેવા મળી રહ્યા છે. આમ વાત કરવામાં આવે તો જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ કોઇ ફિલ્મના પ્રમોશન માટે જાય ત્યારે ખાસ કરીને સ્પેશિયલ આઉટફિટ્સ પહેરતી જાેવા મળતી હોય છે. આ આઉટફિટ્સમાં હિરોઇનોનો હોટ એન્ડ કુલ લુક જાેવા મળતો હોય છે. આ સાડી સાથે ક્રિતીએ જે બ્લાઉઝ પહેર્યો છે એની પર પણ લોકોની નજર ટકી ગઇ છે. બ્લાઉઝની ડિઝાઇન પણ હટકે છે. આ બ્લાઉઝમાં ખાસ કરીને ગોલ્ડ ગોટા પટ્ટી બોર્ડર્સ, જટિલ બ્રોકેડ એમ્બ્રોડરી અને લેસ ટ્રિમ્સ જાેવા મળે છે. આ તસવીરોમાં ક્રિતીનો મેક અપ પણ દર્શકોને ધ્યાન ખેંચે એવો છે. આ સાડી સાથે ક્રિતીએ મેચિંગ લિપ શેડ, હાઇલાઇટર અને મસ્કરા કરીને લુકને કમ્પ્લીટ કર્યો છે. મેક અપ પછી હેર સ્ટાઇલની વાત કરીએ તો ક્રિતીએ મિડલ પાર્ટેડ સ્લીક બન હેર સ્ટાઇલ કરી છે. સ્ટેટમેન્ટ હૂપ ઇયરરિંગ્સ ક્રિતીના લુકમાં ચાર ચાંદ લગાવે છે.