િંલબાયત વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. ભારે વરસાદને પગલે લિંબાયતમાં પાણી ભરાયા છે. મેયર હેમાલી બોઘાવાલાએ લિંબાયત ઝોનના મીઠી ખાડીની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. ઝોનની ટીમ સાથે વરસાદી પાણીનો નિકાલ થાય છે તે દિશામાં કામગીરી શરૂ કરી હતી.
મહત્વનુ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. સુરત શહેરની વાત કરીએ તો શહેરના ઉધના, સલાબતપુરા અને અઠવાલાઈન્સ સહિત વિવિધ વિસ્તોરોમાં સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.
જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. આ તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારો કામરેજ, પલસાણા અને બારડોલીમાં પણ વરસાદ શરૂ થયો છે. બે દિવસના વિરામ બાદ વરસાદ થતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી તો રાહત મળી છે, પરંતુ વરસાદને કારણે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.