સુરેન્દ્રનગરના વડગામમાં યુવકની હત્યા મામલે હંગામો થયો છે. યુવકનો મૃતદેહ સ્વીકારવા પરિવારજનોએ ઈન્કાર કર્યો છે. અત્રે જણાવીએ કે, પાટડીના વડગામમાં ૧૯ વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. હાલ દસાડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
હત્યાના બનાવના પગલે તમામ ૬ આરોપીઓને ઝડપી લેવા પરિવારજનો માગ કરી રહ્યાં છે. સોમવારે એક મહિલા સહિત ૬ વ્યક્તિએ હુમલો કર્યો હતો. જમીન વિવાદમાં ૧૯ વર્ષીય યુવકની હત્યા કરાવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા વડગામમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ ઠાકોરના ૧૯ વર્ષના પુત્ર રાહુલ પર ગાડીમાં આવેલા શખ્સોએ તલવાર અને ધારીયાથી હુમલો કર્યો હતો.
જે રાહુલ પર હુમલો કર્યા બાદ આ શખ્સો ગાડીમાં ફરાર થઈ ગયા હતા. જે બાદ રાહુલને સારવાર અર્થે દસાડાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વિરમગામ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહર કર્યો હતો. આ અંગેની જાણ થતાંની સાથે જ દસાડા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હાલ પોલીસ દ્વારા હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખીય છે કે, તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે બે સગાભાઈ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ રેન્જ આઈજી દ્વારા આ કેસમા જીૈં્ની રચના કરીને આરોપીનેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ચુડા પોલીસ સ્ટેશનના બે ઁજીૈંને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.