Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»નરેન્દ્રમોદી ૨૭ જુલાઈએ ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્રમોદી રાજકોટ એરપોર્ટનું લોકાર્પણ કરશે
    India

    નરેન્દ્રમોદી ૨૭ જુલાઈએ ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્રમોદી રાજકોટ એરપોર્ટનું લોકાર્પણ કરશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી ૨૭ જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી તેના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કરશે. જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ૨૮ થી ૩૦ જુલાઈ સુધી ચાલશે.
    આગામી ૨૭ જુલાઈએ પીએમ મોદી રાજકોટની મુલાકાત લેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. કલેકટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે. આ એરપોર્ટ તૈયાર થતાં જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે.

    આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવ, વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હાજર રહેશે. પીએમમોદીની મુલાકાત દરમિયાન ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (આઈએસએમ) ને નવી ગતિ મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને વિકાસની અનેક ભેટો આપશે. જેમાં ઉદ્‌ઘાટન અને શિલાન્યાસના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. વડાપ્રધાનની ગાંધીનગર મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.