Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»પોલેન્ડના વોર્સો પાસેની કમનસીબ ઘટના પોલેન્ડમાં નાનું પ્લેન એરફિલ્ડ હેંગરમાં અથડાતાં પાંચનાં મોત
    WORLD

    પોલેન્ડના વોર્સો પાસેની કમનસીબ ઘટના પોલેન્ડમાં નાનું પ્લેન એરફિલ્ડ હેંગરમાં અથડાતાં પાંચનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પોલેન્ડના વોર્સો પાસે એક નાનું પ્લેન એરફિલ્ડ હેંગરમાં અથડાતાં પાંચ લોકોનાં મોત અને અન્ય ૭ લોકો ઘાયલ થયાંના સમાચાર મળી રહ્યા છે. પોલેન્ડની સ્ટેટ ફાયર સર્વિસના ચીફ કમાન્ડન્ટ એન્ડ્રેજ બાર્ટકોવિયાકે સોશિયલ મીડિયા પર જાનહાનિની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે મોડી રાત્રે ક્રેસિનો શહેરમાં લોકો જ્યાં આશ્રય લઈ રહ્યા હતા ત્યાં વિમાન હેંગરમાં અથડાયું હતું. તેણે વધુમાં જણાવતા કહ્યું કે પ્લેન ખરાબ હવામાનમાં લેન્ડિંગ કરી રહ્યું હતું, જેના કારણે ક્રેશ થયુ હોવાનું મનાઈ રહ્યું છે.

    સ્ટેટ ફાયર સર્વિસના મોનિકા નોવાકોવસ્કા-બ્રાયન્ડાએ જણાવ્યું હતું કે વિમાનમાં ત્રણ પાઇલોટ હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું, એક ઘાયલ થયો છે જ્યારે ત્રીજાે પાઈલટ બચી ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે અન્ય મૃત્યુમાં આશ્રય શોધનારાઓનો સમાવેશ થાય છે જેમની ઓળખ હજુ સુધી મળી નથી. આ સિવાય પોલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી એડમ નિડઝિલસ્કીએ ટ્‌વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા છે અને પાંચના મોત થયા છે.

    એડમ નીડઝિલ્સ્કીએ જણાવ્યું હતું કે વોર્સોથી ૪૭ કિમી દૂર ચિરસિન્નો ગામમાં ચાર હેલિકોપ્ટર અને ૧૦ એમ્બ્યુલન્સને ક્રેશ સાઇટ પર મોકલવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ ઘટના ક્રેસિનોના એરસ્પેસમાં બની હતી. અકસ્માત સાથે જાેડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એરક્રાફ્ટનો પાછળનો ભાગ હેંગરમાંથી બહાર જાેવા મળી રહ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.