SEBI On August 12 seven companies : માર્કેટ રેગ્યુલેટર સેબી 12 ઓગસ્ટે મંગલમ એગ્રો પ્રોડક્ટ્સ, સન પ્લાન્ટ બિઝનેસ લિમિટેડ અને સુમંગલ ઈન્ડસ્ટ્રીઝ સહિત સાત કંપનીઓની 19 પ્રોપર્ટીની હરાજી કરશે. આ પગલું આ કંપનીઓ દ્વારા રોકાણકારો પાસેથી ગેરકાયદેસર રીતે એકત્રિત કરવામાં આવેલા ભંડોળને પુનઃપ્રાપ્ત કરવાના સેબીના પ્રયાસોનો એક ભાગ છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના જણાવ્યા અનુસાર, 12 ઓગસ્ટે સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી ઓનલાઈન હરાજી હાથ ધરવામાં આવશે.
સેબીએ સુમંગલ ઈન્ડસ્ટ્રીઝ, સનહેવન એગ્રો ઈન્ડિયા, રવિકિરણ રિયલ્ટી ઈન્ડિયા, મંગલમ એગ્રો પ્રોડક્ટ્સ, પુરૂષત્તમ ઈન્ફોટેક ઈન્ડસ્ટ્રીઝ, જીવન સાથી ડ્રીમ પ્રોજેક્ટ્સ અને સન પ્લાન્ટ બિઝનેસ અને તેમના પ્રમોટર્સ/નિર્દેશકો સામે વસૂલાતની કાર્યવાહીમાં સંપત્તિના વેચાણ માટે બિડ મંગાવી હતી. SEBIએ હરાજીમાં મદદ કરવા માટે Adroit Technical Servicesની નિમણૂક કરી છે.