ગુરુ પૂર્ણિમાએ શરૂ થયેલી કાંવડ યાત્રા ૧૫મી જુલાઈના રોજ પૂર્ણ થઈ છે. આ દરમિયાન ગંગાજળ લેવા માટે દેશભરમાંથી લગભગ ૪ કરોડ ૭ લાખ શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચ્યા હતા. આ કાંવડિયાઓ અહીંથી ગંગાનું પાણી લઈન નીકળી ચૂક્યા છે. પરંતુ તેમના પરત ફર્યા બાદ હરિદ્વારના ઘાટો પર ગંદકીના ઢગલા જાેવા મળી રહ્યાં છે.
હરિદ્વારમાં ઘણી જગ્યાએ ફેલાયેલા કચરાને સાફ કરવાની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી છે. મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું હતું કે કચરાને સંપૂર્ણપણે સાફ કરવામાં હજુ બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે હરિદ્વારમાં ૩૦,૦૦૦ મેટ્રિક ટન કચરો સાફ કરવાનો છે. તેમાં પોલીથીનનો મોટો જથ્થો છે.
કાંવડયાત્રા દરમિયાન દેશના ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા નદીમાંથી પવિત્ર જળ લેવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. જાેકે હરિદ્વારના રસ્તાઓ અને ઘાટો, બજારો અને રાજમાર્ગો હવે કાંવડિયાઓ દ્વારા ફેંકવામાં આવેલા કચરોથી ભરાઈ ગયા છે. કચરા સાથે પોલીથીનના ઢગલા પણ જાેવા મળી રહ્યા છે. જેના પર હરિદ્વારમાં સખત પ્રતિબંધ છે. રવિવારે હરિદ્વાર પોલીસે પણ વિષ્ણુ ઘાટની સફાઈની કામગીરી હાથ ધરી હતી.
કાંવડ મેળા બાદ પોલીસની ટીમે ઘાટ અને આસપાસની ગંદકી અને કચરો દૂર કરવાની કામગીરી કરી હતી. તે જ સમયે, મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ ઘાટ અને હર કી પૈડી વિસ્તારમાંથી કચરો એકત્ર કરવાના દાવા કરી રહી છે. કોર્પોરેશનનું કહેવું છે કે કચરો એકઠો કરવામાં હજુ ૨ થી ૩ દિવસનો સમય લાગી શકે છે.