Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»શનિવાર અને રવિવારનું વેકેશન જાહેર કર્યું અમેરિકાની મંદીના કારણે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ
    Gujarat

    શનિવાર અને રવિવારનું વેકેશન જાહેર કર્યું અમેરિકાની મંદીના કારણે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ડાયમંડ ઉદ્યોગના વેપાર પર મંદીના વાદળો ધેરાયા છે. ડાયમંડ ટ્રેડિંગની ઓફિસોમાં માલ ખૂટી પડતાં હવે સુરત ડાયમંડ ઉદ્યોગમાં શનિ-રવિનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકામાં આવેલી મંદીની અસર સુરતના ડાયમંડ જાેબ પર જાેવા મળી રહી છે. આમ, ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે.ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષની મંદીના માહોલમાંથી પસાર થયેલા ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ દિવસેને દિવસે લથડી રહી છે. કારણ કે ડાયમંડ ટ્રેડિંગ ઓફિસમાં માલ ખૂટી પડતાં હવે ડાયમંડ ઉદ્યોગની ગતિ ધીમી થઈ છે. કોરોના સમયે ડાયમંડ એક્સપોર્ટનો ઉદ્યોગ હવે મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે.

    ખાસ કરીને પોલિશિંગ માટે સુરતનો ઉદ્યોગ જાણીતો હતો, ત્યારે અમેરિકામાં મંદીનું વાતાવરણ ઊભું થતાં તેની સીધી અસર હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ પર જાેવા મળી રહી છે. હીરાનું કટ એન્ડ પોલિસીંગ કરતાં નાના યુનિટમાં કલાકો ઘટાડવામાં આવ્યા છે તો કારીગરોને કામ મળી રહે અને આર્થિક સંકળામણ ન અનુભવે તે માટે હવે શનિ-રવિની રજાની પણ જાહેરાત કરવામાં આવી છે. ડાયમંડ ઉદ્યોગ જે પ્રકારે મંદીના માહોલ વચ્ચેથી નીકળી રહ્યું છે ત્યારે આ મંદી ઓછી થવાનું નામ નથી લઇ રહી. કારણ કે, રશિયા અને યુક્રેનના યુદ્ધ સાથે કેટલાક દેશોના પ્રતિબંધને લઈને પરબ ડાયમંડ સુરતમાં આવતા નથી, જેને લઇને મંદી સતત વધી રહી હોય તેવું સ્પષ્ટપણે માનવું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      અમિત શાહનો રાહુલ ગાંધી પર મોટો પ્રહાર! SIR અને વોટ ચોરીના આરોપો વચ્ચે કહ્યું, ‘આગામી 30 વર્ષ સુધી ભાજપની સરકાર રહેશે’

      October 22, 2026

      SBIમાં AI અને ટેક્નોલોજીના નિષ્ણાતો માટે ભરતી! જાણો લાયકાત, વયમર્યાદા અને અરજી કરવાની રીત

      October 21, 2026

      રાહુલ ગાંધીની વિદ્યાર્થીઓ સાથે મુલાકાત, વિયેતનામ પ્રવાસના દાવા વચ્ચે રાજકીય ગરમાવો

      October 21, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.