Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»શિક્ષણ જગતમાં ખળભળાટ એકલવ્ય મોડેલ શાળાના શિક્ષકે શાળાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું
    Gujarat

    શિક્ષણ જગતમાં ખળભળાટ એકલવ્ય મોડેલ શાળાના શિક્ષકે શાળાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 16, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાના એક શિક્ષકે શાળાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો, શામળાજી ભિલોડા રોડ ઉપર શામલપુર ગામની સીમમાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા વિજયનગરના ડગલા ગામના શિક્ષક અર્જનસિંહ ધનજીભાઈ સિસોદિયા નામના શિક્ષકે આ જ સ્કૂલ કેમ્પસમાં ફરજ બજાવતી શિક્ષિકાને વિશ્વાસમાં લઈને બે દિવસ અગાઉ સાંજે પોતાની બાઇક પર બેસાડી ખોડંબાથી કુસકી તરફના રોડ ઉપર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

    ત્યારબાદ શિક્ષિકાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં શિક્ષિકાએ શિક્ષક વિરુદ્ધ મોડાસાના ટીંટોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે આધારે પોલીસે વિજયનગરના ડગલાના લંપટ શિક્ષક શિક્ષક અર્જનસિંહ ધનજીભાઈ સિસોદિયા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને આગળની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડે હાથ ધરી છે. જાેકે શિક્ષિકાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી શિક્ષકને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. પરંતુ શિક્ષણ જગતને કલંક લગાડતી આ ઘટના બાદ શિક્ષણ વિભાગ શું પગલાં ભરે છે તે જાેવું રહ્યું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.