ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાન માટેની સહાય જાહેર કરવામાં આવી છે થોડા સમય પહેલા આવેલા વાવાઝોડાને લઈને ખેડૂતોના પાકોને નુકસાન થયું હતું ત્યારે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા હતા. બાદમાં ગુજરાત સરકાર દ્વારા બગાયતી પાકોનું નુકસાનને લઈને ૨૪૦ કરોડની સહાય જાહેર કરવામાં આવી છે.જેમાં બનાસકાંઠા માટે પણ સહાયની જાહેરાતને લઈને ખેડૂતોમાં નારાજગી પણ જાેવા મળી રહી છે.
થોડા સમય પહેલા આવેલા બિપરજાેય વાવાઝોડાને લઈને સમગ્ર ગુજરાતમાં નુકસાન થવા પામ્યું હતું. આ વાવાઝોડામાં ગુજરાતમાં ખેડૂતોને જે ઉભેલા પાક હતા તેમાં નુકસાન થયું હતું. ત્યારે આ પાકોના નુકસાનને લઈને અત્યારે ગુજરાત સરકારે ૨૪૦ કરોડની સહાયની જાહેરાત કરી છે.
ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાકોને થયેલા નુકસાનને લઈને સર્વે કરવામાં આવ્યો હતો અને હવે ત્યારબાદ બગાયતી પાકોમાં થયેલા નુકસાનને લઈને ૨૪૦ કરોડ જેટલી સહાયની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ જાહેરાતને લઈને બનાસકાંઠામાં ખેડૂતોમાં ક્યાંક નારાજગી પણ જાેવા મળી રહી છે. બાગાયતી પાકોમાં બનાસકાંઠામાં પણ અનેક ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યારે પપૈયાની ખેતી કરેલા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વડગામ તાલુકાના જલોત્રા ગામે ખેડૂતે ૫૦૦૦ પપૈયાના છોડ વાવ્યા હતા જેમાં વાવાઝોડામાં ૨૦૦૦ છોડ પડી જતા ખેડૂત ને ૨ લાખ જેટલું નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને ખેડૂત નારાજ જાેવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જે નુકશાન થયું છે તેનો સર્વે યોગ્ય રીતે કરી વળતર ચૂકવવું જાેઈએ.જે છોડ પડી ગયા છે તે ફરી થવાના નથી એટલે એ નુકશાન ભરપાઈ થઈ શકે તેમ નથી ત્યારે આ જે હેકટર દીઠ સહાય જાહેર કરવામાં આવી છે તે ખેડૂત નું વળતર પૂરી કરી શકે તેમ નથી.
સરકારે બગાયતી પાકોમાં જાહેર કરેલી સહાયને એક તરફ ખેડૂતો આભાર માની રહ્યા છે. તો બીજી તરફ આ સહાય ને લઈને બનાસકાંઠાના ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહી છે ખેડૂતોનું કહેવું છે કે બટાકામાં પણ આ રીતે સરકારે જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી બટાકામાં પણ જે સહાયના પૈસા હતા તે મળ્યા નથી. થોડા સમય પહેલા મગફળી અને બાજરીના પાકને પણ નુકસાન થયું હતું તેમાં પણ સર્વે કરવાની જે વાતો હતી પરંતુ તેમાં પણ કોઈ સહાય હજુ ચૂકવાઇ નથી ત્યારે ફરી હવે જે બાગાયતી પાકોની જાહેરાત કરવામાં આવી છે તે પૈસા પણ ખેડૂતોને જાે તાત્કાલિક ખાતામાં મળે તો ખેડૂત બીજા પાક વાવી શકે. સરકાર જાહેરાત કરે છે પણ તાત્કાલિક ખેડૂતનાં ખાતામાં પૈસા આવતા નથી.જેથી ખેડૂતોને એક તરફ નુકસાન અને બીજી તરફ નવા પાક વાવવા માટે વલખાં મારવાં પડે છે.