કેન્દ્રો રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, ગુજરાતના ૨૦ જિલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં-ચોખાથી ચાલે છે. આમ હાલમાં રાજ્યમાં ૨૯૦૦૦ મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે ચાલી રહ્યા છે. ગુજરાતના મધ્યાહન ભોજનમાં જુલાઈ મહિનાનું એકપણ પ્રકારનું અનાજ પહોંચાડવા આવ્યું નથી. મધ્યાહન ભોજન સંચાલકો પોતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને ભોજન પુરૂ પાડે છે.
ગુજરાતના મધ્યાહન ભોજનમાં ચાલું મહિનાનો અનાજનો જથ્થો નથી આપવામાં આવ્યો. ગુજરાતના ૨૦ જીલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં અને ચોખાથી ચાલતા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યમાં ૨૯ હજાર મધ્યાહન ભોજનના કેન્દ્રોમાં આજ સ્થિતિમાં ચાલી રહ્યા છે. જે મેનુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે કોઈ ખરીદી કરવામાં આવતી જ નથી.
અવાર નવાર સડેલું અનાજ આપવામાં આવે છે. પુરવઠા નિગમ દ્વારા આ અનાજની ખરીદી થતી હોય છે તેઓ ગુણવત્તાવાળું અનાજ નથી આપતા તેવી ફરિયાદો ઉઠી છે. હાલમાં રાજ્યમાં અંદાજીત ૪૫ લાખ બાળકો મધ્યાહન ભોજન લઇ રહ્યા છે. જાે કે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યમાં ચાલતા મધ્યાહન ભોજનને લઈને સવાલો ઉઠ્યા હોય. આ પહેલા પણ ઘણીવાર મધ્યાહન ભોજન માટે અપાતા અનાજની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી ચૂક્યા છે. જાે કે, આ તમામ સવાલો વચ્ચે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.