Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»શાહરૂખની ગર્લ ગેંગ. ફિલ્મમાં એક-બે નહીં ૯ હસીનાઓ વિખેરશે જલવો
    Entertainment

    શાહરૂખની ગર્લ ગેંગ. ફિલ્મમાં એક-બે નહીં ૯ હસીનાઓ વિખેરશે જલવો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના ટીઝરમાં એક વાતે સૌકોઇનું ધ્યાન ખેંચ્યુ છે અને તે છે ફિલ્મની એક્ટ્રેસીસ. એક-બે નહીં ઘણા ખાસ ચહેરા એટલી કુમારની આ ફિલ્મમાં જાેવા મળી રહ્યાં છે. ખાસ વાત એ છે કે આ એક્ટ્રેસીસ એક્શન પેક્ડ અવતારમાં જાેવા મળી રહી છે. સૌથી પહેલા ફિલ્મની લીડ એક્ટ્રેસ નયનતારાની વાત કરીએ. તે ‘જવાન’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તે કૉપના રોલમાં જાેવા મળશે અને તેમાં તેના ઘણા એક્શન સીક્વન્સ છે. તે એટલી કુમારની ફેવરેટ એક્ટ્રેસીસમાંથી એક છે.

    આ ફિલ્મની બીજી ખાસ એક્ટ્રેસ છે દીપિકા પાદુકોણ. જાે કે તેમાં તે કેમિયો કરી રહી છે પરંતુ ટીઝરમાં તેની ઝલક જાેઇને લાગી રહ્યું છે કે તે દમદાર અવતારમાં જાેવા મળશે. સાથે જ તે શાહરૂખની લકી ચાર્મ પણ માનવામાં આવે છે. તેથી તે આ ફિલ્મમાં અલગ અંદાજમાં જાેવા મળશે. ફિલ્મની ત્રીજી દમદાર એક્ટ્રેસ છે પ્રિયામણિ. પોતાની એક્ટિંગના દમ પર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પોતાના નામનો ડંકો વગાડનાર પ્રિયામણિ પણ ‘જવાન’માં એક્શન રોલમાં જાેવા મળશે. આ ઉપરાંત શાહરૂખ સાથે તેનું ખાસ કનેક્શન છે. તે તેની સાથે ફિલ્મ ‘ચેન્નઇ એક્સપ્રેસ’માં ‘વન ટુ થ્રી ફોર. સોન્ગમાં જાેવા મળી ચુકી છે. દંગલ ગર્લ’ સાન્યા મલ્હોત્રા આ લિસ્ટમાં ચોથુ મોટુ નામ છે. સાન્યાએ ઘણા ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.

    તાજેતરમાં જ તે ‘કટહલ’માં જાેવા મળી હતી. હવે ‘જવાન’માં તે અલગ જ અંદાજમાં જાેવા મળશે. ટીવીની દુનિયાનું જાણીતુ નામ રહેલી રિદ્ધિ ડોગરા પણ ફિલ્મ ‘જવાન’માં ખાસ રોલમાં જાેવા મળશે. પોતાના કેરેક્ટરને લઇને હાલ રિદ્ધિએ મૌન સેવી રાખ્યુ છે. સંજીતા ભટ્ટાચાર્ય પણ ‘જવાન’માં ખાસ કેરેક્ટરમાં જાેવા મળશે. તે એક્ટર હોવાની સાથે એક ઉમદા સિંગર પણ છે અને તેને ગ્રેમી અવોર્ડ માટે નોમિનેશન પણ મળી ચુક્યું છે. એટલી કુમારની ફિલ્મમાં ઘણા ખાસ ચહેરા જાેવા મળશે. તેમાં ગિરિજા ઓક, આલિયા કુરેશી અને લહેર ખાન જેવા નામ સામેલ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.