Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ડિફેન્સ પેકેજ પર અમેરિકન કોંગ્રેસ વોટિંગ કરવા જઈ રહી છે અમેરિકન સેના દર વર્ષે વિયાગ્રા પાછળ ૪.૬ કરોડ ડોલર ખર્ચે છે
    WORLD

    ડિફેન્સ પેકેજ પર અમેરિકન કોંગ્રેસ વોટિંગ કરવા જઈ રહી છે અમેરિકન સેના દર વર્ષે વિયાગ્રા પાછળ ૪.૬ કરોડ ડોલર ખર્ચે છે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 14, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એક મોટા ડિફેન્સ પેકેજ પર અમેરિકન કોંગ્રેસ વોટિંગ કરવા જઈ રહી છે. જેના પર થઈ રહેલી ચર્ચા વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના સાસંદ સમર લીએ સેનાના ખર્ચાઓ પર સવાલ ઉઠાવ્યો હતો.
    તેમણે સંરક્ષણ વિભાગના એક અધિકારીને સૈન્યના ખર્ચા અંકે કેટલાક આંકડાઓ પર સવાલ પૂછ્યા હતા. જેની જાણકારી આ અધિકારી પાસે નહોતી.જવાબમાં લીએ પોતે આંકડા રજૂ કર્યા હતા.

    સમર લીએ પૂછ્યુ હતુ કે, અમેરિકન સેના વિયાગ્રા પર દર વર્ષે કેટલો ખર્ચ કરે છે? જેના જવાબમાં સંરક્ષણ વિભાગના અધિકારીએ જાણકારી નહીં હોવાનુ કહ્યુ હતુ ત્યારે લીએ પોતાનો આંકડો રજૂ કરતા કહ્યુ હતુ કે, ૪.૬ કરોડ ડોલર….તેમણે આગળ જણાવ્યુ હતુ કે, તમને ખબર છે કે આટલી રકમમાંથી મારા પોતાના મતદાર વિસ્તારમાં હાલમાં ધરાશયી થયેલા બ્રિજનુ ફરી નિર્માણ કરી શકાયુ હોત. તેમણે આગળ કહ્યુ હતુ કે, સેનાએ ભોજનમાં પિરસાતા સ્નો ક્રેબ અને અલાસ્કા ક્રેબ માટે ૨.૩ મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.

    તેની સામે મારા મતદાર વિસ્તારની કાઉન્સિલ બેઘર લોકોની સેવામાં માત્ર ૧.૨ મિલિયન ડોલર ખર્ચ કરે છે.
    તેમણે એફ-૩૫ વિમાનોના ગેરવહીવટના ૨૦૧૬માં થયેલી તપાસના આંકડા રજૂ કરીને એવુ પણ કહ્યુ હતુ કે, મે ૨૦૧૮ થી ઓક્ટોબર ૨૦૨૨ વચ્ચે આ વિમાનો માટેના ૮ કરોડ ડોલરના દસ લાખ સ્પેરપાર્ટસ આશ્ચર્યજનક રીતે ખોવાઈ ગયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Prediction 2025:1 જુલાઈ 2025: સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ – વૈશ્વિક અને માનસિક ઊથલ-પૂથલનો સંકેત?

    June 30, 2025

    International Yoga Day: સમગ્ર ભારતે યોગનો ઉત્સવ ઉજવ્યો, સૈન્યથી સમુદાય સુધી યોગની એકતા

    June 21, 2025

    Iran Israel War: જો ઈરાન યુદ્ધ હારે તો શું અમેરિકા તેના પર કબજો કરશે? એક વિશ્લેષણ

    June 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.