ભારતીય યુવા દોડવીર જ્યોતી યારાજીએ સૂવર્ણ ઇતિહાસ રચ્યો છે. જ્યોતીએ બેંગકોકમાં ચાલી રહેલ એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યોતીએ મહિલાઓની ૧૦૦ મીટર રનીંગ રેસમાં ગોલ્ડ જીત્યો છે. તેણે માત્ર ૧૩.૦૯ સેકન્ડમાં ૧૦૦ મીટરનું અંતર કાપ્યું છે. એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે એક જ દિવસે ત્રણ ગોલ્ડ મેળવ્યા છે. અને એક બ્રોન્ઝ મેડલ મળવ્યું છે. ૨૩ વર્ષિય જ્યોતી યારાજીએ માત્ર ૧૩.૦૯ સેકન્ડમાં ૧૦૦ મીટરનું અંતર કાપી ઇતિહાસ રચ્યો છે.
આ સ્પર્ધામાં જાપાનની આસુકા બીજા ક્રમાંકે આવી હતી. તેણે ૧૩.૧૩ સેકન્ડમાં ૧૦૦ મીટરનું અંતર પાર કર્યું હતું. ત્રીજા ક્રમાંકે આવેલ ઓકી માસુમીએ ૧૩.૨૬ સેકન્ડમાં આ અંતર પાર કર્યું હતું. જ્યોતીએ ૧૦૦ મીટરમાં ગોલ્ડ મેળવી ઇતિહાસ રચ્યો છે.ભારતને ગોલ્ડ મેળવી આપનાર જ્યોતી પર હવે પ્રશંસાનો વરસાદ થઇ રહ્યો છે. અનુરાગ ઠાકૂરે ટ્વીટ કરીને જ્યોતીની સફળતાની પ્રશંસા કરી છે.
ઉલ્લખનીય છે કે અજય કુમાર સરોજે પુરુષ ૧૫૦૦ મીટરની રેસમાં ૩ઃ૪૧ઃ૫૧ સેકન્ડમાં પાર કરી ભારતને ગોલ્ડ અપાવ્યો છે. જેમાં જાપાનના યુશુકી તાકાશી ૩ઃ૪૨ઃ૦૪ સેકન્ડમાં દોડ પૂરી કરી બીજા ક્રમાંકે રહ્યાં છે. જ્યારે ત્રીજા ક્રમાંક પર ચીનના ડેજુ યાલાએ ૩ઃ૪૨ઃ૦૪ સેકન્ડમાં આ સ્પર્ધા પૂરી કરી છે.