Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ઓએમજી-૨નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું ટ્રેનના જળથી શિવજીને અભિષેકના સિન પર લોકોમાં ભારે નારાજગી
    Entertainment

    ઓએમજી-૨નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું ટ્રેનના જળથી શિવજીને અભિષેકના સિન પર લોકોમાં ભારે નારાજગી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હાલમાં જ અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ઓએમજી ૨નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના કારણે સોશ્યલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. ટીઝરમાં એક સીન બતાવવામાં આવ્યો છે જેમાં ભગવાન શિવને ટ્રેનના જળથી અભિષેક કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ આ સીનને લઈને ગુસ્સે ભરાયા છે. આ દરમિયાન સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ કરવા માટે સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. હાલમાં આ ફિલ્મ રિવ્યુ કમિટીને મોકલી દેવામાં આવી છે.

    હાલમાં જ ફિલ્મના મેકર્સે ટીઝર રિલીઝ કર્યું હતું. જેમાં અક્ષય કુમાર ભગવાન શંકર અને પંકજ ત્રિપાઠી એક પરમ શિવ ભક્તની ભૂમિકામાં જાેવા મળે છે. ફિલ્મનું ટીઝર જાેઈને સ્પષ્ટ થાય છે કે અગાઉના ભાગની જેમ આ વખતે પણ ઈશ્વર અને માણસના સંબંધની આસપાસ એક રસપ્રદ વાર્તા વણાઈ છે. જેને જાેઈને કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર તેની પ્રશંસા કરી રહ્યા હતા તો કેટલાક લોકોએ શિવના અભિષેકના દ્રશ્યો પર વાંધો ઉઠાવ્યો હતો. લોકોનું કહેવું છે કે આ સીનથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે

    .
    ફિલ્મમાં અક્ષય ભગવાન શિવના રોલમાં જાેવા મળી રહ્યો છે. લાંબી જટાઓ, કપાળ પર ભસ્મ સાથેનો તેનો લુક ઘણા દર્શકોને પસંદ આવ્યો છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની આ ફિલ્મ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ રિલીઝ થવાની હતી. છેલ્લા ભાગમાં અક્ષય કુમાર અને પરેશ રાવલની જાેડીને દર્શકોએ ખૂબ વખાણી હતી. જાે કે કેટલાક લોકોએ પહેલા ભાગ પર પણ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેમ છતાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. હવે બીજા ભાગના રિલીઝ થવા પર આવેલા સંકટ પછી મેકર્સનું આગળનું પગલું શું હશે, તેના પર સૌની નજર છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.