Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»બોયફ્રેન્ડની બાંહોમાં ખોવાઇ એક્ટ્રેસ અનન્યા અને આદિત્ય રોય કપૂરના પ્રાઇવેટ ફોટોઝ થઇ ગયા લીક
    Entertainment

    બોયફ્રેન્ડની બાંહોમાં ખોવાઇ એક્ટ્રેસ અનન્યા અને આદિત્ય રોય કપૂરના પ્રાઇવેટ ફોટોઝ થઇ ગયા લીક

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડના ઘણા સ્ટાર્સ પોતાની પર્સનલ લાઇફને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. જાે કે પાપારાઝીની નજરોથી બચવું અશક્ય છે. હાલમાં જ આવું જ કંઇક બન્યું અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સાથે. બંને ભલે હજુ સુધી પોતાના રિલેશનશિપ પર મૌન સેવી રહ્યાં હોય પરંતુ પાછલા કેટલાંક સમયથી એવી ચર્ચાએ જાેર પકડ્યું છે કે બંને એકબીજાના પ્રેમમાં દિવાના થઇ ચુક્યા છે. અનન્યા અને આદિત્યને એક સાથે ઘણીવાર ડેટ પર પણ સ્પોટ કરવામાં આવ્યા છે. પરંતુ હાલમાં જ આ કપલની કેટલીક એવી તસવીરો સામે આવી છે જેના કારણે તેમનું આ સીક્રેટ સામે આવી ચુક્યું છે. ખરેખર, હાલમાં જ સોશિયલ મીડિયા પર અનન્યા અને આદિત્યની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. આ ફોટોઝમાં બંને રોમેન્ટિક અંદાજમાં જાેવા મળી રહ્યાં છે.

    બંને વિદેશમાં વેકેશન એન્જાેય કરી રહ્યાં છે અને એકસાથે પ્રાઇવેટ મોમેન્ટ સ્પેન્ડ કરી રહ્યાં છે. સામે આવેલી આ તસવીરોમાં આદિત્ય અને અનન્યા એક જેવા કપડા પહેરેલા જાેવા મળી રહ્યાં છે અને કોઇ બ્રિજ પર ઉભા રહીને રોમાન્સ કરી રહ્યાં છે. વાયરલ થઇ રહેલા આ ફોટોઝમાં આદિત્ય, અનન્યાને પોતાની બાહોમાં પકડીને બ્રિજનો નજારો જાેઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આદિત્ય-અનન્યાના ફોટોઝ વાયરલ થઇ રહ્યાં છે. આ ફોટોઝમાં અનન્યા અને આદિત્યના રિલેશનનું સીક્રેટ જગજાહેર થઇ ગયું છે. હવે તે કોઇનાથી છુપુ નથી કે બંને એકબીજાના પ્રેમમાં ડૂબી ચુક્યા છે. તેવામાં સીક્રેટલી ક્લિક કરવામાં આવેલી આ તસવીરો પર સોશિયલ મીડિયા યુઝર્સ તાબડતોબ રિએક્શન આપી રહ્યાં છે. લોકોને આ નવું કપલ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. જણાવી દઇએ કે અનન્યા અને આદિત્ય એકસાથે લિસ્બનમાં વેકેશન એન્જાેય કરી રહ્યાં છે અને આ તસવીરો ત્યાંથી જ વાયરલ થઇ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025

    Kapil sharma show : સલમાન ખાનનો જબરજસ્ત એન્ટ્રી અને મજેદાર ખુલાસા

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.