Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદ શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય યથાવત બોપલ વિસ્તારના મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડ્યો
    Gujarat

    અમદાવાદ શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય યથાવત બોપલ વિસ્તારના મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય યથાવત જાેવા મળી રહ્યું છે રોજ સવાર પડે અને ભુવો ન પડે તો જ નવાઈ. સ્માર્ટ સિટી અમદાવાદ શહેર જાણે ભુવાનગરી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.શહેરમાં ભુવા પાડવાનો સિલસિલો યથાવત છે. આજે બોપલ વિસ્તારના મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડ્યો હતો.આ ભુવામાં આખે આખું સર્કલ ગરકાવ થઈ ગયું હતું. બોપલ-ઘુમાંનું પદ્માસન સર્કલ ભુવામાં ગરકાવ થતા તંત્ર સામે લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસનું બુથ પણ ભૂવામાં ગરકાવ થયું છે.

    ગઈ કાલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલ નગર ચાર રસ્તા ઉપર ભુવો પડ્યો હતો. પહેલા એક ભુવો પડ્યો અને તરત જ તેની બાજુમાં બીજાે ભૂવો પડ્યો. હવે ભુવો એટલો ઊંડો હતો કે પ્રશાસને બેરીકેટ લગાવવા તો પડે પરંતુ બેરીકેટ ૫૦૦ મીટર દૂર પણ લગાવ્યા જેથી કરીને વાહન ચાલકોની અવરજવર ન થઈ શકે. જાેકે અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ વિસ્તારમાં તો ભુવો પડતો જ હોય છે. જાે અહીંયા આગળ ભુવો ન પડે તો જ અમને નવાઈ લાગે ત્યારે ગઈકાલે જ્યારે ભુવો પડ્યો ત્યારે ફાયર બ્રિગેડની ટીમ પણ અહીં જાેવા મળી. પહેલા એવી અફવા હતી કે કોઈ વ્યક્તિ ભુવામાં પડી ગયું છે પરંતુ તપાસ કરતા કોઈ અંદર ન હતું.

    આ ઉપરાંત અમદાવાદના દરિયાપુર દરવાજા આગળ પણ ભુવો પડ્યો હતો. રસ્તાની વચ્ચે જ ભુવો પડવાના કારણે વાહન વ્યવહરને અસર પડી હતી. હાલમાં અમદાવાદના અનેક એવા વિસ્તારોમાં છે જ્યા ભુવા પડ્યા છે. જેને લઈને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાે કે, આ વર્ષે પહેલીવાર નથી જ્યારે અમદાવાદમાં ભુવા પડ્યા હોય. દર વર્ષ અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત કરે છે. તેમ છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. કારણ કે, ટ્રાફિક વાળા વિસ્તારોમાં ભુવા પડવાને કારણે લોકોને અવર જવરમાં તો હાલાકી પડે જ છે આ ઉપરાંત વાહનો લઈને જતા ચાલકોના જીવને પણ જાેખમ રહે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.