રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની જૂજ આવક વચ્ચે ભાવ ઓલ ટાઇમ હાઈ પહોંચ્યો છે. એક મણ મગફળી ૧૭૩૧ રૂપિયાના ભાવે વેચાઇ છે. ઉનાળુ પાકના નુકસાન ને પગલે ભાવમાં ઉછાળો જાેવા મળ્યો છે. નવી સિઝનની મગફળીની આવક નવરાત્રી આસપાસ થશે. યાર્ડમાં જીણી અને જાડી બંને મગફળી મળી ફૂલ ૬૬૦ ક્વિન્ટલ આવક નોંધાઇ હતી. મગફળીના ભાવ વધતા સીંગતેલમાં પણ ભાવમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ ૩૦૦૦ ને પાર પહોંચ્યો છે. સીંગતેલના ભાવમાં ત્રણ દિવસમાં ૪૫ થી ૫૦ રૂપિયા પ્રતિ કિલોએ વધ્યા છે. સાતમ આઠમના તહેવા ટાણે જ સીંગતેલમાં આગ જરતી તેજી જાેવા મળી રહી છે. એક મણના ભાવ ૧૭૦૦ થી ૧૭૫૧ રૂપિયા સુધી પહોંચ્યા છે.
સરેરાશ મગફળીના એક મણના ભાવ ૧૪૦૦ થી ૧૬૦૦ રૂપિયા રહ્યા છે. ભારે વરસાદના કારણે ગુજરાત અને યુપીમાં ઉનાળુ મગફળીના પાકને નુકસાન થતાં ભાવમાં ઉછાળો આવ્યો છે. મગફળીના ભાવ વધતા સીંગતેલના ભાવો હજુ પણ આવતા દિવસોમાં ભડકે બળે તેવી શક્યતાઓ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી દરરોજ ૪૦૦૦ ગુણીની આવકો થાય છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકો ઘટતા ભાવ વધ્યા છે. મગફળીના ભાવ વધતા સીંગતેલના ભાવમાં પણ સતત વધારો જાેવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ઓઇલ મિલો સુધી મગફળી પહોંચી શકતી નથી. યુપીમાં ભારે વરસાદના કારણે ઉનાળુ મગફળીનો પાકમાં નુકસાન થયું છે. મગફળીના ભાવ વધતા તેલનો ડબ્બો ૩૦૦૦ ને પાર પહોંચ્યો છે.
સોમવારે સરસવ અને સીંગતેલ તેલીબિયાંના ભાવમાં નોંધપાત્ર સુધારો જાેવા મળ્યો હતો. તેલીબિયાંના વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે મલેશિયા અને શિકાગો એક્સચેન્જમાં વધુ હલચલ જાેવા મળી નથી. દેશના ખેડૂતો દ્વારા ગત વર્ષના સોયાબીન હજુ વેચાયું નથી. આ સિવાય આફ્રિકન દેશોમાંથી ૪,૮૦૦-૫,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે સોયાબીન બીજ (તેલીબિયાં)ની આયાત કરવામાં આવી રહી છે. જે સ્વદેશી ખાદ્યતેલ અને તેલીબિયાંનો વધુ વપરાશ ન થવા દેવાની પરિસ્થિતિનું નિર્માણ કરશે. દ્ગઝ્રડ્ઢઈઠ પર વાયદાના વેપારમાં કપાસિયા તેલ કેક (તેલીબિયાં કે જે પશુઓના ચારા માટે મહત્તમ તેલીબિયાંનું ભોજન પૂરું પાડે છે)નો જુલાઈનો કરાર રૂ. ૨,૪૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.
કપાસનો પાક નવેમ્બર-ડિસેમ્બરમાં આવે છે અને સામાન્ય રીતે કપાસિયા કેકની કિંમત તે સમયગાળા દરમિયાન વાયદાના વેપારમાં હાજર ભાવ કરતાં લગભગ ૧૦ ટકા સસ્તી હતી. પરંતુ આ વખતે, કપાસના વાવેતર હેઠળના વિસ્તારમાં ઘટાડાને જાેતા, સટોડિયાઓએ કપાસિયા કેકના ડિસેમ્બર કરારના ભાવમાં ઘટાડો કરવાને બદલે, તેમાં ચાર ટકાનો વધારો કરીને રૂ. ૨,૫૦૫ પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. એકલા મહારાષ્ટ્રમાં કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર ઘટીને ૨૮,૧૧,૨૫૫ હેક્ટર થયો છે.