Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ભારત હાલમાં ખુબજ ઝડપી વિકાસ કરી રહ્યું છે ભારત ૨૦૭૫ સુધીમાં યુએસને પછાડી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
    India

    ભારત હાલમાં ખુબજ ઝડપી વિકાસ કરી રહ્યું છે ભારત ૨૦૭૫ સુધીમાં યુએસને પછાડી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતએ વિશ્વનો એવો દેશ છે જે હાલ ખુબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વના ટોપ-૩ શક્તિશાળી દેશોમાં સામેલ થઈ જશે. એવામાં એક રીપોર્ટ સામે આવ્યો છે. વિશ્વની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશેએ બહાર પાડેલ રીપોર્ટ મુજબ વર્ષ ૨૦૭૫ સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા અમેરિકાને પછાડી દેશે અને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
    ભારતની અર્થવ્યવસ્થાને લઈને વિશ્વનો દૃષ્ટિકોણ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. આનું કારણ આપણી ઝડપથી વધી રહેલી મધ્યમ વર્ગની વસ્તી અને તેની સાથે વધતી માંગ અને વપરાશ છે. આજે ભારતની કુલ વસ્તીમાંથી ૩૧ ટકા મધ્યમ વર્ગની છે. વર્ષ ૨૦૩૧ સુધીમાં તે વધીને ૩૮ ટકા થવાનો અંદાજ છે. તે જ સમયે, વર્ષ ૨૦૪૭ સુધીમાં, ભારતીય વસ્તીમાં મધ્યમ વર્ગની વસ્તી ૬૦ ટકા સુધી પહોંચી જશે. જ્યારે ભારત આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે, ત્યારે દેશમાં ૧ અબજથી વધુ લોકો મધ્યમ વર્ગમાં હશે.

    ભારત તાજેતરમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં પાંચમા ક્રમે છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ ઑફ અમેરિકા ઇં૨૩.૩ ટ્રિલિયનના ય્ડ્ઢઁ સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. ચીન ૧૭.૭ ટ્રિલિયન ડોલર સાથે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ત્રીજા નંબર પર જાપાન છે, જેની જીડીપી ૪.૯ ટ્રિલિયન ડોલર છે ત્યારબાદ જર્મની ઇં૪.૩ ટ્રિલિયન સાથે ચોથા નંબર પર આવે છે. જયારે ભારત ૩.૨ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે પાંચમા ક્રમે છે.ગોલ્ડમેન સેશેનું કહેવું છે કે, ૧.૪ અબજની વસ્તી ધરાવતું ભારત જીડીપી ચાર્ટમાં આગળ વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પ્રતિભા, વર્કફોર્સ અને સૌથી વધુ કાર્યકારી વયની વસ્તી અર્થતંત્રને ઝડપથી વિકાસ કરવામાં મદદ કરશે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ભારતની જીડીપી વૃદ્ધિ ૭.૨% હતી, જે આ સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      સંસદમાં સીમાંકન મુદ્દે ફરી રાજકીય ઘમાસાણ, જયરામ રમેશે ભાજપને પૂછ્યા ત્રણ સવાલ

      October 20, 2026

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      લોકશાહી અરાજકતા ફેલાવવાનું લાયસન્સ નથી: વિપક્ષના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનો પલટવાર

      October 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.