Raj Kundra : શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ગ્રહો અને નક્ષત્રો સારી રીતે કામ કરી રહ્યા નથી. વાસ્તવમાં, EDએ તેમની 97 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ED, મુંબઈએ PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ રિપુ સુદાન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાની રૂ. 97.79 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે. અટેચ કરેલી પ્રોપર્ટીમાં જુહુમાં સ્થિત એક રહેણાંક ફ્લેટનો સમાવેશ થાય છે જે હાલમાં શિલ્પા શેટ્ટીના નામે છે. પૂણે સ્થિત રહેણાંક બંગલો અને ઈક્વિટી શેર રાજ કુન્દ્રાના નામે છે.