Billions in revenue : દિલ્હી-મુંબઈને ભારતનો સૌથી વ્યસ્ત હવાઈ માર્ગ માનવામાં આવે છે. આ રૂટ પર દરરોજ 115 ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે. તેને વિશ્વનો ત્રીજો સૌથી વ્યસ્ત માર્ગ માનવામાં આવે છે પરંતુ તે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરવાના સંદર્ભમાં ટોપ 10માં નથી. શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી ક્રીમી એર રૂટ કયો છે? જવાબ છે સિડની-મેલબોર્ન રૂટ. આ વિશ્વનો બીજો સૌથી વ્યસ્ત માર્ગ છે. ઓસ્ટ્રેલિયાના આ બે શહેરો વચ્ચે દરરોજ 158 ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રૂટથી 2023ના પહેલા ક્વાર્ટરમાં $1.21 બિલિયનની આવક થઈ હતી. દક્ષિણ કોરિયાનો જેજુ સિટી-સિઓલ માર્ગ વિશ્વનો સૌથી વ્યસ્ત માર્ગ છે. તેના પર દરરોજ 226 ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે. પરંતુ આ માર્ગ આવકની દ્રષ્ટિએ ટોપ 10માં પણ નથી.
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, ન્યૂયોર્ક-લંડન એર રૂટ આવકની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. ગયા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આ રૂટથી $1.15 બિલિયનની આવક થઈ હતી. સાઉદી અરેબિયાનો રિયાધ-જેદ્દાહ રૂટ ત્રીજા નંબરે છે. તેની આવક 1.03 અબજ ડોલર હતી. આ પછી, દુબઈ-રિયાધ ($990 મિલિયન), લોસ એન્જલસ-ન્યૂયોર્ક ($801 મિલિયન), સાન ફ્રાન્સિસ્કો-નેવાર્ક ($722 મિલિયન), નેવાર્ક-લોસ એન્જલસ ($682 મિલિયન), સિંગાપોર-સિડની ($650 મિલિયન), ન્યૂયોર્ક- પેરિસ ($647 મિલિયન) અને પર્થ-મેલબોર્ન ($642 મિલિયન) પછીના ક્રમે છે.
વિશ્વનો સૌથી વ્યસ્ત માર્ગ
જેજુ સિટી-સિઓલ રૂટ દક્ષિણ કોરિયાનો સૌથી વ્યસ્ત હવાઈ માર્ગ માનવામાં આવે છે. આ રૂટ પર દરરોજ 226 ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે, જે દિલ્હી-મુંબઈ કરતા લગભગ બમણી છે. બીજા સ્થાને સિડની-મેલબોર્ન રૂટ છે જેના પર દરરોજ 158 ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે. ત્રીજો નંબર નવી દિલ્હી-મુંબઈનો છે. આ બંને શહેરો વચ્ચે દરરોજ 115 ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે. દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયાના બે શહેરો બોગોટા અને મેડેલિન વચ્ચે દરરોજ 114 ફ્લાઈટ્સ ચાલે છે. વિયેતનામના હો ચી મિન્હ અને હનોઈ વચ્ચે દરરોજ 113 ફ્લાઇટ્સ, સાઉદી અરેબિયાના જેદ્દાહ અને રિયાધ વચ્ચે 113 ફ્લાઇટ્સ, જાપાનના ફુકુઓકા અને ટોક્યો વચ્ચે 108 ફ્લાઇટ્સ અને બ્રાઝિલના સાઓ પાઉલો અને રિયો ડી જાનેરો વચ્ચે 102 ફ્લાઇટ્સ છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકા અને ચીનના કોઈપણ રૂટ ટોપ 10માં સામેલ નથી.
