US dollar : સકારાત્મક સ્થાનિક બજારો અને વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે સોમવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો આઠ પૈસા સુધરીને 83.23 થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈએ રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ આપ્યો હતો, જ્યારે વિદેશી બજારમાં યુએસ ચલણ મજબૂત થવાથી સ્થાનિક ચલણના લાભને મર્યાદિત કર્યો હતો.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો પ્રતિ ડોલર 83.27 પર ખુલ્યો હતો. આ પછી તે ડોલર દીઠ 83.23 પર આવી ગયો જે અગાઉના બંધ ભાવ કરતાં આઠ પૈસાનો ઘટાડો દર્શાવે છે. શુક્રવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 83.31 ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સી સામે યુએસ ડૉલરની મજબૂતાઈને માપે છે, તે 0.05 ટકા વધીને 104.34 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 1.61 ટકા ઘટીને US$89.70 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજારના ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ રૂ. 1,659.27 કરોડના શેરની ખરીદી કરી હતી.