UPI transactions : ભારતમાં ડિજિટલ તેજી વચ્ચે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા ટ્રાન્ઝેક્શનમાં સંખ્યાની દ્રષ્ટિએ રેકોર્ડ 56 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ અગાઉના વર્ષની સરખામણીમાં 43 ટકાનો વધારો થયો છે. આ પ્રથમ વખત છે જ્યારે નાણાકીય વર્ષ દરમિયાન UPI દ્વારા ટ્રાન્ઝેક્શન 100 બિલિયનને વટાવીને 131 બિલિયન સુધી પહોંચી ગયું છે, જ્યારે 2022-23માં તે 84 બિલિયન હતું.
માર્ચ 2024 માં પણ, માર્ચ 2023 ની સરખામણીએ સંખ્યાની દ્રષ્ટિએ વ્યવહારો 55 ટકા વધીને રૂ. 13.44 અબજ થયા હતા, જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ 40 ટકા વધીને રૂ. 19.78 લાખ કરોડ થયા હતા.
મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારો પણ નાણાકીય વર્ષ 24 દરમિયાન રૂ. 199.89 લાખ કરોડ સુધી પહોંચી ગયા હતા, જ્યારે ગયા વર્ષે તે રૂ. 139.1 લાખ કરોડ હતા. ફેબ્રુઆરી 2024માં વ્યવહારો અનુક્રમે રૂ. 12.10 અબજ અને રૂ. 18.28 લાખ કરોડ હતા. જાન્યુઆરી 2024 માં, તે સંખ્યા અને મૂલ્યની દ્રષ્ટિએ અનુક્રમે રૂ. 12.20 અબજ અને રૂ. 18.41 લાખ કરોડ હતો.
વર્લ્ડલાઇન ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સુનિલ રોંગાલાએ UPI ટ્રાન્ઝેક્શન વિશે જણાવ્યું હતું કે, ‘નાણાકીય વર્ષ 2024માં UPI મારફત ટ્રાન્ઝેક્શન્સમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. જેમ જેમ UPI નું ઘૂંસપેંઠ વધ્યું છે તેમ તેમ એવરેજ ટ્રાન્ઝેક્શન સાઈઝ (ATS) નાની થઈ ગઈ છે, એટલે કે નાના વ્યવહારો વધ્યા છે. ATS માર્ચ 2024માં રૂ. 1,471 થશે, જે માર્ચ 2023માં રૂ. 1,623 હતી.