Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મણિપુરમાં હિંસાનું શું છે કારણ? ભાજપની સામે કેમ છે ગુસ્સો?
    India

    મણિપુરમાં હિંસાનું શું છે કારણ? ભાજપની સામે કેમ છે ગુસ્સો?

    Shukhabar DeskBy Shukhabar DeskJune 19, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મણિપુરમાં હિંસાની ઘટનાઓ ઓછી થવાને બદલે સતત વધતી જઈ રહી છે. હિંસા અને આગચંપીની આ ઘટનાઓની વચ્ચે ભાજપના નેતાઓના ઘરો અને ઓફિસો પર હુમલા થઈ રહ્યા છે. મણિપુરમાં કેન્દ્રીય મંત્રી આરકે રંજન સિંહના ઘરને ભીડે આગ ચાંપી દીધાના બીજા દિવસે ભાજપની ઘણી ઓફિસમાં તોડફોડ કર્યાના અહેવાલ સામે આવ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ શારદા દેવીના ઘર પર પણ હુમલો કરાયો. મણિપુરમાં એક મહિના કરતા વધુ સમયથી જાતીય હિંસા ચાલી રહી છે. મણિપુરમાં એક મહિના પહેલા મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ભડકેલી હિંસામાં ૧૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગત મહિને મણિપુરનો પ્રવાસ કર્યો હતો અને રાજ્યમાં શાંતિ સ્થાપવાના પોતાના પ્રયાસો અંતર્ગત જુદા-જુદા વર્ગોના લોકો સાથે મુલાકાત કરી હતી. તેમ છતાં હિંસાની ઘટનાઓ ઓછી નથી થઈ અને વિપક્ષો તેને લઈને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે.

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્થિતિનું આંકલન કરવા અને કેન્દ્રીય દળોના વધુ અસરકારક ઉપયોગ માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (ઝ્રઇઁહ્લ)ના ડાયરેક્ટર એસ એસ થાઉસેનને મણિપુર મોકલ્યા છે. હાલમાં રાજ્ય પોલીસ ફોર્સ ઉપરાંત મણિપુરમાં લગભગ ૩૦,૦૦૦ કેન્દ્રીય સુરક્ષાકર્મી તૈનાત છે. આ દળોમાં કેન્દ્રીય અર્ધસૈનિક દળોની લગભગ ૮ બટાલિયન, સેનાની ૮૦ ટુકડીઓ અને આસામ રાઈફલ્સની ૬૭ ટુકડીઓ સામેલ છે. આટલું બધું હોવા છતાં હિંસા પર નિયંત્રણ નથી મેળવી શકાયું.

    મણિપુરમાં ભાજપની સરકાર છે. જે ઝડપે ભાજપના નેતાઓ સામે ગુસ્સો વધ્યો છે, તેની પાછળ મૈતેઈ સમુદાયના ગુસ્સાને કારણ જણાવાઈ રહ્યું છે. પ્રદેશમાં ૬૦માંથી ૪૦ ધારાસભ્યો મેઈતી સમુદાયના છે અને આ સમુદાયના લોકોનું કહેવું છે કે, આ ધારાસભ્યોએ પીએમ મોદી સુધી તેમની વાત યોગ્ય રીતે પહોંચાડી નથી. મણિપુરમા મૈતેઈ સમુદાય અને કુકી જનજાતિ વચ્ચે જે વિભાજન થયું છે, તેને ઓછું કરવાની જવાબદારી આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાને સોંપવામાં આવી છે. જાેકે, આ ર્નિણયને લઈને પણ મૈતૈઈ સમુદાયની અંદર અસંતોષ હોવાનું જણાવાઈ રહ્યું છે.

    આ સમુદાયના કેટલાક લોકોનું કહેવું છે કે, તે ઉત્તર પૂર્વ રાજ્યોના અવાજના પ્રતિનિધિ નથી. મણિપુર હાઈકોર્ટનો એક આદેશ હતો, જેમાં સરકારને નિર્દેશ અપાયો હતો કે ૧૦ વર્ષ જૂની ભલામણને લાગુ કરે, જેમાં મૈતૈઈ સમુદાયને જનજાતિમાં સામેલ કરવાની વાત કહેવાઈ હતી. તે પછી મણિપુરમાં ઘાટી વિસ્તારમાં રહેતા મૈતેઈ અને પહાડી વિસ્તારમાં રહેનારા કુકી સમુદાય વચ્ચે હિંસા ભડકી ઉઠી.

    ગત વર્ષે મણિપુરમાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. મણિપુરમાં ૬૦ બેઠકોવાળી વિધાનસભામાં પૂર્ણ બહુમતી મેળવનારી કોંગ્રેસ પછી બીજી પાર્ટી ભાજપ બની. ભાજપની જીત ઘણા પ્રકારે ખાસ હતી. ભાજપની આ જીતની પાછળ ઘણા કારણ ગણાવાયા હતા. રાજનીતિના જાણકારોનું કહેવું હતું કે, ભાજપ અહીં પોતાના કામ અંગે સમજાવવામાં સફળ રહ્યો. તે સાથે પહાડી અને ઘાટીની વચ્ચે જે ઘર્ષણ હતું, તેનો પણ ઘણી હદ સુધી ઉકેલ લાવી દેવાયો હતો. પરંતુ, હવે પાર્ટીની સામે રાજ્યમાં આ એક નવો પડકાર છે.

    બીજી તરફ મણિપુર મામલાને લઈને વિપક્ષો પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, પીએમ મોદી મણિપુર મામલે મૌન કેમ છે? આમ આદમી પાર્ટીએ મણિપુર હિંસાની વચ્ચે ભાજપની વિકાસ યાત્રાને લઈને તેમની ટીકા કરી છે. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને મણિપુરમાં ચાલી રહેલી હિંસાની સ્થિતિના આંકલન માટે ગૃહ મામલા પર સંસદની સ્થાયી કમિટીની તત્કાળ બેઠક બોલવવાની માગ કરી છે. સાથે જ કહ્યું કે, વાસ્તવિક સ્થિતિને સમજવી અને તેની જાણકારી હોવી જરૂરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.