Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»Ketan Inamdar Resign: ગુજરાતમાં ભાજપને મોટો ફટકો.
    Gujarat

    Ketan Inamdar Resign: ગુજરાતમાં ભાજપને મોટો ફટકો.

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMarch 19, 2024No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Ketan Inamdar Resign:ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. કેતન ઇનામદારે મોડી રાત્રે ઈમેલ મોકલીને પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યું છે.

    કેતન ઇનામદારે તેમના ત્રણ લીટીના પત્રમાં લખ્યું છે કે હું સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદારનું પ્રતિનિધિત્વ કરું છું. મારા અંતરાત્માના અવાજને માન આપીને હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. જેનો સ્વીકાર કરવા વિનંતી કરવામાં આવી છે.

    તેમણે બપોરે 1.35 વાગ્યે સ્પીકરને ઈ-મેલ મોકલ્યો. કેતન ઇનામદાર રાજ્ય ભાજપમાંથી રાજીનામું આપનાર પ્રથમ ધારાસભ્ય છે. 2012માં કેતન ઇનામદારે અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી. તેઓ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે રાજકારણની શરૂઆત કરી.

    કેતન ઇનામદાર સહકારી ક્ષેત્રમાં પણ પકડ ધરાવે છે. તેમણે બરોડા ડેરી મુદ્દે પણ અવાજ ઉઠાવ્યો છે. 2012માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. એવું માનવામાં આવે છે કે કેતન ઇનામદાર કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવાથી નારાજ છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ સાથે જોડાયેલા કોંગ્રેસીઓને જવાબદારી સોંપવામાં આવતા તેઓ નારાજ છે. સતીષ પટેલને જિલ્લા પ્રમુખ બનાવાતા કેતન ઇનામદાર નારાજ થયા હતા. કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.

    અગાઉ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના જાહેર કરાયેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. પિતાની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે.

    Ketan Inamdar Resign
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Social media obsession:રીલ બનાવતો યુવાન

    July 4, 2025

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.