Stock Market Today: સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર સપાટ નોંધ પર ખુલ્યું. આજે એટલે કે 11 માર્ચે શેરબજારમાં વધઘટ જોવા મળી રહી છે.સોમવારે સેન્સેક્સ 74,175.93 ના સ્તરે મામૂલી વધારા સાથે ખુલ્યો હતો, જે પછી શરૂઆતના કારોબાર દરમિયાન 74,187.35 સુધી ગયા બાદ તે ફરી ઘટીને 73,976.33 પર આવી ગયો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 22,517.50 ના સ્તરે નજીવા વધારા સાથે ખુલ્યો અને 22,526.60 ના તેના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યો. જોકે, થોડા સમય પછી તે ઘટીને 22,460.95ની નીચી સપાટીએ આવી ગયો હતો.
સવારે 9:30 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 39.60 પોઈન્ટ્સ (0.053%)ના નુકસાન સાથે 74,079.79 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો અને નિફ્ટી 4.30 પોઈન્ટ્સ (0.019%)ના નુકસાન સાથે 22,489.25 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
હીરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, બજાજ ફાઈનાન્સ, સિપ્લા અને અલ્ટ્રાટેકસિમેન્ટ નિફ્ટી પર શરૂઆતના વેપાર દરમિયાન મોટા નફામાં હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પ, બીપીસીએલ, ટાટા સ્ટીલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને ટાટા મોટર્સ ખોટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ગયા અઠવાડિયે, સેન્સેક્સની ટોચની 10 મૂલ્યવાન કંપનીઓમાંથી સાતના માર્કેટ કેપમાં સામૂહિક રીતે રૂ. 71,301.34 કરોડનો વધારો થયો હતો. ગુરુવારે સેન્સેક્સ 74,119.39 પોઈન્ટના નવા રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 22,493.55 પોઈન્ટની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. તે જ સમયે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે ‘મહાશિવરાત્રી’ના અવસર પર શેરબજારો બંધ રહ્યા હતા.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ આ મહિને (માર્ચ) અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાં રૂ. 6,139 કરોડનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, અગાઉ ફેબ્રુઆરીમાં તેણે શેર્સમાં રૂ. 1,539 કરોડનું રોકાણ કર્યું હતું. જાન્યુઆરીમાં તેણે રૂ. 25,743 કરોડના શેર વેચ્યા હતા. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં FPIsએ ભારતીય શેરબજારમાંથી કુલ રૂ. 18,000 કરોડ પાછા ખેંચી લીધા છે.