Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પહેલાથી જ એક દીકરીની છે મમ્મી યે જવાની હૈ દિવાની ફેમ એવલિન શર્માએ દીકરાને જન્મ આપ્યો
    Entertainment

    પહેલાથી જ એક દીકરીની છે મમ્મી યે જવાની હૈ દિવાની ફેમ એવલિન શર્માએ દીકરાને જન્મ આપ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 7, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    યે જવાની હૈ દિવાની ફેમ એક્ટ્રેસ એવલિન શર્માનો પરિવાર આખરે પૂરો થયો છે. તે પહેલાથી જ એક દીકરીની મમ્મી હતી અને હવે તેના ઘરે દીકરાનો જન્મ થયો છે. આ વિશેની ખુશ ખબર તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ અને ફોલોઅર્સને આપી છે. તેણે દીકરા સાથેની એક તસવીર શેર કરી છે, તેમાં તેનો ચહેરો છુપાવીને રાખ્યો છે. એલવિનની છાતી સાથે વળગીને તે સૂઈ રહ્યો છે. આ સાથે તેણે દીકરાનું નામ પણ જણાવ્યું છે. જણાવી દઈએ કે, એવલિન શર્માએ ૧૫ મે ૨૦૨૧માં તુષાન ભિંડી સાથે પ્રાઈવેટ વેડિંગ કર્યા હતા, તે એક છે.

    એવલિન શર્માએ તસવીર શેર કરીને લખ્યું છે ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, જન્મ આપ્યા બાદ હું આ અદ્દભુત અનુભવ કરી શકીશ. હું એટલી ખુશ છું કે છત પર ચડીને સોન્ગ ગાઈ શકું છું. અમારા નાનકડા દીકરા આર્ડનને હાઈ કહો’. એવલિનની ખાસ ફ્રેન્ડ એલિ અવરામે કોમેન્ટ કરતાં લખ્યું છે ‘હાઈ આર્ડન’, તો રોશેલ રાવે કોમેન્ટ કરી છે ‘યાય! તારા માટે ખૂબ જ ખુશ છું. તમને બંને સુંદર લાગો છો’. તો ટીના થડાણીએ લખ્યું છે ‘અભિનંદન એવ… તમે બંને સુંદર લાગો છે’ એલનાઝ નવરોઝીએ કોમેન્ટ કરી છે ‘આર્ડન…મામા બીયરને મળો’. ‘અનુપમા’માં ‘બરખા’નો રોલ પ્લે કરી રહેલી અશ્લેષા સાવંતે લખ્યું છે ‘અભિનંદન મમ્મી અને પપ્પાને ખૂબ પ્રેમ. આર્ડનને કિસ અને આશીર્વાદ’. આ સિવાય ફેન્સે પણ ન્યૂ મોમ પર અભિનંદનનો વરસાદ કર્યો છે.

    ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ એવલિન શર્માએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું ‘તમે હાથમાં લેવાની રાહ જાેઈ શકતી નથી. બેબી નંબર ૨ આવી રહ્યું છે’. તેણે ૧૯ નવેમ્બર ૨૦૨૧માં દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ એવા રાખ્યું છે. જણાવી દઈએ કે, એવલિન શર્મા અને તુષાન ભિંડીએ મે ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયામાં વેડિંગ કર્યા હતા. આ પહેલા તેમણે ઘણા વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. તુષાન ત્યાંનો ડેન્ટલ સર્જન છે. ૨૦૧૮માં બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા બ્લાન્ડ ડેટ પર થઈ હતી. એક વર્ષ બાદ તુષાને સિડની હાર્બર બ્રિજ પાસે યૉટમાં એવલિનને પ્રપોઝ કર્યું હતું. ૨૦૧૯માં પ્રપોઝલ બાદ બંનેએ સગાઈ કરી લીધી હતી. વેડિંગ બાદ અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીત કરતાં તુષાન ભિંડીએ કહ્યું હતું કે ‘અમારી સગાઈને દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો અને ત્યારથી અમે લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પરંતુ લોકડાઉનના કારણે પ્લાનને પાછળ ઠેલવવો પડ્યો હતો. અમે વેડિંગને સિમ્પલ રાખવા માગતા હતા. જેમાં પરિવારના સભ્યો અને મિત્રો જ સામેલ થયા હતા’.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.