સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ ર્નિણય પર યુ ટર્ન લેતા કુલપતિએ દાવો કર્યો હતો કે યુનિવર્સિટી દ્રારા વિષય ચાલુ જ રાખવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે વિધાર્થીઓ આ વિષય પ્રાધ્યાપક ન હોવાને કારણે પસંદ ન કરે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ હવે આ ર્નિણય પર પરત ખેંચવામાં આવ્યો છે અને વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિ વિષય પસંદ કરી શકશે તેવી જાહેરાત કરાઇ હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેમાં ઉલ્લેખ કરાયો હતો કે ભારતીય સંસ્કૃતિ વિષયના અધ્યાપક ન હોવાને કારણે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ સત્રમાં બેચલર ઓફ આર્ટસ અને માસ્ટર ઓફ આર્ટસમાં વિધાર્થીઓને વિષય પસંદગી ન કરવા દેવાની સૂચના આપવામાં આવે છે.
યુનિવર્સિટી દ્રારા આ પરિપત્ર જાહેર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજાે અને ભવનોમાં સૂચના આપવામાં આવી હતી.આ પરિપત્ર જાહેર થતા કોંગ્રેસના નેતા નિદત બારોટે કુલપતિને પત્ર લખીને આ ર્નિણય પાછો ખેંચવા કહ્યું હતું.નિદત બારોટે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષા નિતી ૨૦૨૦ અંગે સંસદમાં સંબોધન કરતા કહ્યું હતું કે આગામી દિવસોમાં વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિના અભ્યાસ સાથે આંતરરાજ્ય સંસ્કૃતિનું આદાન પ્રદાન કરશે.
આ અંગે કુલપતિ ગિરીશ ભિમાણીએ કહ્યું હતું કે યુનિવર્સિટી દ્રારા આ કોર્ષ બંધ કરવામાં આવ્યો નથી પરંતુ વિધાર્થીઓને આ વર્ષે વિષય પસંદ ન કરવા સૂચિત કરવામાં આવ્યા હતા પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નિતીમાં ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે અમે આ પરિપત્ર પાછો ખેંચીએ છીએ અને પ્રોફેસરની ભરતી માટે રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે.