Shreyas Iyer and Ishan kishan : શ્રેયસ અય્યર અને ઈશાન કિશન બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ હવે આ બંને ખેલાડીઓની કારકિર્દીને લઈને ચાહકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બીસીસીઆઈએ આ બંને ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપી હતી પરંતુ બીસીસીઆઈના આ આદેશની અવગણના કરીને અય્યર અને કિશને પોતાના પગમાં ગોળી મારી લીધી હતી. જે બાદ હવે આ બંને ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયાના દરવાજા હંમેશા માટે બંધ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી આઈપીએલ 2024 દરમિયાન થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જો IPL 2024માં ઐયર અને કિશનનું પ્રદર્શન ખરાબ રહેશે તો આ બંને ખેલાડીઓની કારકિર્દી જોખમમાં આવી શકે છે. હવે આ બંને ખેલાડીઓ IPL 2024 દરમિયાન રમતા જોવા મળશે. આ પહેલા શ્રેયસ અય્યરે રણજી ટ્રોફીમાં પુનરાગમન કર્યું હતું પરંતુ તે પહેલી જ મેચમાં ફ્લોપ સાબિત થયો હતો.