Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»એક્શન સીન્સ જાેઈને મોંમાં આંગળા નાખી દેશો! પ્રભાસની ફિલ્મ સાલારનું દમદાર ટીઝર રિલીઝ
    Entertainment

    એક્શન સીન્સ જાેઈને મોંમાં આંગળા નાખી દેશો! પ્રભાસની ફિલ્મ સાલારનું દમદાર ટીઝર રિલીઝ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેજીએફના મેકર પ્રશાંત નીલે પોતાની નવી ફિલ્મ સાલારનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર રિલીઝ થતાં જ ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્‌યા છે. ‘સાલાર’નું ટીઝર ગુરુવારે ૬ જુલાઈ સવારે ૫.૧૨ કલાકે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર જાેયા પછી ફેન્સના દિવસની શુભ શરૂઆત થઈ છે. તેઓ કેટલાય દિવસથી ફિલ્મને લઈને અપડેટ માગી રહ્યા હતા. ‘સાલાર’ના ટીઝરમાં ધાંસૂ એક્શન સીન જાેવા મળે છે. ટીઝર રિલીઝ થયાના અડધા કલાકલમાં જ અઢી લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં જાેવા મળશે. ટીઝરની શરૂઆત એક શખ્સ સાથે થાય છે જે ગાડી પર બેઠો અને કેટલાય લોકો તેની સામે રાઈફલ અને હથિયારો તાકીને બેઠા છે.

    ત્યારે તે કહે છે કે, સિમ્પલ ઈંગ્લિશ, નો કન્ફ્યૂઝન. આઈ એમ ચિત્તા, ટાઈગર, એલિફન્ટ…વેરી ડેન્જરસ…બટ નોટ ઈન જુરાસિક પાર્ક કારણકે એ પાર્કમાં….બસ આટલું કહીને એ શખ્સ અટકી જાય છે. આ શખ્સ ટીનૂ આનંદ છે જે ‘સાલાર’માં મહત્વના રોલમાં જાેવા મળવાના છે. જે બાદ સીન કટ થાય છે અને પ્રભાસ હાથમાં ચપ્પુ અને રાઈફલ સાથે દુશ્મનો પર તૂટી પડેલો દેખાય છે. ટીઝરમાં પ્રભાસ ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારનના ભયની પણ ઝલક જાેવા મળે છે. લાગી રહ્યું છે કે, તે ફિલ્મમાં વિલનના રોલમાં હશે. સાલાર કેટલી દમદાર હશે તેની ઝલક પ્રશાંત નીલે ટીઝરમાં જ બતાવી દીધી છે.

    હવે ફેન્સ તેના ટ્રેલર અને ફિલ્મ રિલીઝની રાહ જાેઈને બેઠા છે. ટીઝર જાેતાં તો લાગી રહ્યું છે કે, આ ફિલ્મમાં મનોરંજનના બધા જ પાસા છે જે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવશે અને સીટ પરથી ઉઠવા નહીં દે. ટીઝર જાેઈને ફેન્સ ટિ્‌વટર અને યૂટ્યૂબ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સવારથી જ ‘સાલાર’ ટિ્‌વટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. ફેન્સનું કહેવું છે કે, આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે. જણાવી દઈએ કે, ટ્રેડ એનાલિસ્ટ મનોબળ વિજયાબાલને પણ ટિ્‌વટર પર લખ્યું હતું કે, ‘કેજીએફ ૨’ના ક્લાઈમેક્સમાં ૫ વાગીને ૧૨ મિનિટે રોકીભાઈ પર હુમલો થાય છે અને તેનું જહાજ સમુદ્રમાં ડૂબી જાય છે.

    હવે પ્રભાસની ફિલ્મ ‘સાલાર’નું ટીઝર રિલીઝ કરવાનો સમય પણ સવારે ૫.૧૨ કલાકે રાખવામાં આવ્યો હતો. આ જાેતાં એવું લાગી રહ્યું છે કે, પ્રશાંત નીલ તરફથી આ કોઈ માસ્ટર પ્લાન છે જેથી ‘સાલાર’ અને ‘કેજીએફ ૨’ વચ્ચે જાેરદાર કનેક્શન જાેડી શકાય. પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ ૨૮ સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પ્રભાસ સિવાય ટીનૂ આનંદ, પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન અને જગપતિ બાબુ છે. આ ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ઉપરાંત હિન્દી ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ‘સાલાર’નો આ પહેલો ભાગ છે જેનું નામ ‘સાલારઃ પાર્ટ-૧ સીઝફાયર’ છે. આ ફિલ્મ થકી પ્રભાસ અને પ્રશાંત નીલ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.