Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રાજસ્થાનમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો, પરીક્ષાઓ કેન્સલ
    India

    રાજસ્થાનમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો, પરીક્ષાઓ કેન્સલ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અરબ સાગરમાંથી ઉઠેલા ચક્રવાત બિપરજાેયે રાતના ૧૦ વાગ્યાની આસપાસ રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે. બાડમેરમાં ભારત-પાક બોર્ડર નજીક રણ વિસ્તાર જે ગુજરાત અને પાકિસ્તાનથી અડીને આવેલ છે, ત્યાંથી પ્રવેશ કર્યો. શરુઆત ગાળામાં પશ્ચિમી રાજસ્થાનના બાડમેર, સિરોહી, પાલી, જેસલમેર, જાેધપુર અને જાલોરમાં હવામાન બદલાયું. વંટોળની સાથે વરસાદ પણ થયો. તોફાનની અસરને જાેતા જાેધપુર યૂનિવર્સિટીની ૧૬ અને ૧૭ જૂને યોજાનારી પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે.

    આપદા વિભાગ તરફથી ૨૪ કલાકમાં તોફાન જયપુર, ટોંક, બૂંદી, અજમેર, ભીલવાડા જિલ્લાની આસપાસના વિસ્તારમાં ભારે પવનની આકાશીય વીજળી પડવાની આશંકા વ્યક્ત કરી છે. વિભાગે ૬૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આ અગાઉ બિપોરજાેયની અસરથી જાલોર જિલ્લાના સાંચૌરમાં ૩ વાગ્યા બાદથી અચાનક પવન ફુંકાવા લાગ્યો હતો. તો વળી બાડમેરના ગ્રામિણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. જેસલમેરમાં પણ ભણિયાણાના ઝાબરા ગામમાં હળવો વરસાદ થયો હતો. ગુજરાત બોર્ડરથી અડીને આવેલા સાંચૌરના ડુંગરી ગામમાં પણ તેની અસર જાેવા મળી હતી. આ ઉપરાંત આજૂબાજૂના ૩૬ ગામડામાં વરસાદ થયો હતો. સાંચૌરમાં બે દિવસથી બજાર બંધ છે.

    તો વળી બાડમેર ગુડામાલાની અને તેની આજૂબાજૂના વિસ્તારમાં વરસાદ શરુ થઈ ગયો છે. સાંજ થતાં થતાં તેની અસર પાલી અને સિરોહીમાં જાેવા મળી શકે છે. પાલીના સુમેરપુર, તખતગઢ અને સિરોહી શહેર સહિત માઉન્ટ આબૂમાં ભારે પવન સાથે વરસાદ થયો. ચક્રવાતને જાેતા માઉન્ટ આબૂમાં કાર્યવાહ મજિસ્ટ્રેટ ડો. શુભમંગલાએ બે દિવસ સુધી માઉન્ટની તમામ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે. અહી ઉલ્લેખનિય છે કે, ઉનાળું વેકેસન નથી હોતું. ત્યારે આવા સમયે સ્કૂલ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેની સાથે નખી લેકમાં પણ બે દિવસ માટે બોટિંગ પર રોક લગાવી દીધી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026

      કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય: 5 કેન્દ્રીય એજન્સીઓમાં ડેપ્યુટેશનનો સમયગાળો વધારીને 7 વર્ષ કરાયો

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.