GSRTC ના એક સાગમટે ૫૦૦ થી વધારે કર્મચારીઓ નિવૃત થયા છે. આમ જી્ નિગમમાં હવે ૫૦૦ થી વધારે ડ્રાયવર કંડક્ટરોની ખોટ કેટલાક સમય માટે સર્જાશે. એસટી બસના સંચાલનને કર્મચારીઓની નિવૃતી મોટી અસર પહોંચી છે. સંચાલન કરવુ નિગમ માટે વધારે મુશ્કેલી જનક અને પડકાર ભર્યુ બનશે. આ દરમિયાન હવે એસટી નિગમ દ્વારા નવા ડ્રાયવર અને કંડક્ટરોની ભરતી કરવામાં આવનાર છે.એસટી બસ એ રાજ્યની જીવા દોરી ગણાય છે. જે એસટી બસમાં બેસી લોકો શહેર અને જિલ્લામાં ખૂણે સુધી પહોંચી શકે છે.
જે એસ.ટી બસ નિગમમાં તાજેતરમાં જ ૫૦૦ થી વધુ કર્મચારીઓ રિટાયર્ડ થયા છે. જે રિટાયર્ડ થયેલા કર્મચારીની જગ્યા ખાલી પડતા હવે સંચાલન કઈ રીતે કરવું તે પ્રશ્ન સર્જાયો છે. કેમ કે એક બે કે ૫૦ કર્મચારી રિટાયર્ડ થાય તો તેને પહોંચી શકાય. જાેકે એક સાથે ૫૦૦ થી વધુ કર્મચારી રિટાયર્ડ થાય ત્યારે આ પ્રશ્ન સર્જાય તે સ્વભાવિક બાબત છે.એસ ટી નિગમમાં હાલ કુલ ૩૭ હજાર ઉપર કર્મચારી છે. જેમાં ૧૭ હજાર ઉપર ડ્રાયવર અને કંડક્ટર છે. જેમાંથી ૫૦૨ કર્મચારી રિટાયર્ડ થતા હવે ૧૬૮૦૦ રહ્યા છે. જે ૫૦૨ કર્મચારી માંથી ૪૮૦ કર્મચારી ડ્રાયવર અને કન્ડક્ટર છે.
જે ખાલી જગ્યા માટે થોડા દિવસમાં જાહેરાત બહાર પાડી ૧૦ દિવસ બાદ ભરતી પ્રક્રિયા શરૂ થશે. અને આગામી ૩ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થશે. જેમાં ૧૧૦૦ કન્ડક્ટર અને ૨૦૦૦ ડ્રાયવરની સીધી ભરતી કરવામાં આવશે. તો તેની બાદમાં મિકેનિકની અંદાજે ૧૦૦ જેટલા ની ભરતી અને બાદમાં ક્લાર્કની પણ ભરતી કરવામાં આવશે.ખાલી પડેલી ૫૦૨ જગ્યાને લઈને બસ સંચાલન પર અસર ન પડે માટે એસટી નિગમ વિકલી ઓફ અને રજા પર હોય તેવા કર્મચારીનો ઉપયોગ કરશે.
તેમજ ઓવર ટાઈમ કરીને પણ કામ લઇ સંચાલન બંધ ન થાય તે ધ્યાન રાખશે તેવી ખાતરી એસ ટી નિગમે આપી.એટલું જ નહીં પણ ઉપરના લેવલે પણ કેટલાક વિભાગ ચાર્જમાં ચાલી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ૨૦ થી વધુ જેટલી જગ્યા ચાર્જ પર છે. જ્યાં પણ ભરતી કરવી જરૂરી છે. કેમ કે ખુદ નિગમના સચિવ ત્રણ વિભાગ સાંભળી રહ્યા છે. જે સમગ્ર મામલે મજદૂર સંઘ દ્વારા સરકારને ઝડપી પ્રક્રિયા કરવા માંગ કરી હતી, જેથી કર્મચારી પર કામનું ભારણ ન સર્જાય. સાથે જ અધિકારીઓની ભરતી થતા સંચાલન પણ સારી રીતે કરી શકાય.