અમદાવાદના સરખેજમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને એક યુવકે ગત માર્ચ મહિનામાં આપઘાત કર્યો હતો. વેજલપુરમાં રહેતા અને ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા અક્ષય ચૌધરી નામના યુવકે લગ્નના ૩ મહિનામાં જ સાસરિયા પક્ષના લોકોના અસહ્ય ત્રાસથી કંટાળીને મોતને વ્હાલું કર્યું હતું. તેણે આપઘાત કરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે પોતાની પત્ની પ્રિયંકા, સસરા પ્રવિણ શિકારી, સાસુ ભારતી શિકારી અને અન્ય સાસરિયા દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસની આપવીતી રજૂ કરી હતી.
આપઘાતના ત્રણ માસ પહેલા જ યુવક અક્ષયના લગ્ન પ્રિંયકા સાથે થયા હતા. અક્ષય ચૌધરીએ પ્રેમાળ અને સુશીલ પત્નીના સપના જાેયા હતા અને સમાજના રીતિ રિવાજ મુજબ પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા, પરતું પ્રિયંકાએ ઘરમાં આવીને તેના સપના તોડી નાખ્યા હતા. પત્ની અને સાસરિયાના દબાણ અને માનસિક ત્રાસથી કંટાળીને અક્ષય ચૌધરીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાથી એકના એક દીકરાને ગુમાવનાર માતા-પિતા ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.સરખેજ પોલીસે આપઘાત કેસમાં પ્રવિણ શિકારી, અમિત ચુનારા, ધર્મેન્દ્રભાઈ દાંતણીયા, ગિરીશ સીસોદીયા, મહિલા આરોપી જ્યોતિકા દાંતણીયા, શિલ્પાબેન દાંતણીયા, ધર્મિષ્ઠાબેન દાંતણીયા, ભારતીબેન શિકારીની ધરપકડ કરી છે. જ્યારે મૃતક અક્ષયની પત્ની ગર્ભવતી હોવાથી તેને હાઇકોર્ટે વચગાળા જામીન આપ્યા છે
. બે આરોપી અનિલ દાંતણીયા અને નવનીત દાંતણીયા ફરાર છે. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનના વી.જે.ચાવડાએ જણાવ્યું કે, આપઘાત કરનાર મૃતક અક્ષય ચૌધરી ટોરેન્ટ પાવરમાં નોકરી કરતો હતો અને વેજલપુરમાં રહેતો હતો. ૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ અક્ષય ચૌધરીના લગ્ન પ્રિંયકા સાથે થયા હતા. લગ્ન બાદ અક્ષય ૨૫ દિવસ માટે પત્ની સાથે ફરવા ગયો હતો અને ત્યારબાદ પત્ની પ્રિયંકા સાસરે આવી હતી. સાસરે આવ્યા બાદ પ્રિંયકાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું અને અક્ષયને ઘર જમાઈ બનાવવા માટે દબાણ શરૂ કર્યું હતી. પ્રિયંકા અવારનવાર અક્ષયના માતા-પિતા અને બહેનની ફરિયાદ કરતી હતી. અક્ષય તેને ખુશ રાખવા માટે ઘર જમાઈની જેમ સાસરે પણ રહેવા જતો રહ્યો હતો, પરતું લગ્નના ૩ માસમાં પ્રિંયકાએ અક્ષયને માનસિક અને શારીરિક ત્રાસ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
પ્રિંયકા ગર્ભવતી હોવાથી તેણે પોતાના સંતાનનો ચેહરો અક્ષયને નહીં જાેવા દેવાની પણ ધમકી આપી હતી. જે મામલે સરખેજ પોલીસે અક્ષયના ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં અંતિમ ચિઠ્ઠી અને વીડિયોના આધારે પત્ની પ્રિયંકા સહિત ૧૨ લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.
મૃતક અક્ષયના આપઘાત કેસમાં પોલીસે ૩ માસ બાદ ૯ આરોપીને ઝડપી લીધા છે. જ્યારે પત્નીને જામીનની રાહત મળી છે. આ પકડાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. સાથે ફરાર બે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.