Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટ હરાવી ઓસીની ૨-૦થી સરસાઈ બેયરસ્ટોના રનઆઉટ પર વિશ્વના દિગ્ગજાેના ભિન્ન-ભિન્ન અભિપ્રાય
    Cricket

    ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટ હરાવી ઓસીની ૨-૦થી સરસાઈ બેયરસ્ટોના રનઆઉટ પર વિશ્વના દિગ્ગજાેના ભિન્ન-ભિન્ન અભિપ્રાય

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને૪૩ રને હરાવ્યું હતું. લોર્ડ્‌સમાં રમાયેલી આ ટેસ્ટમાં એક નહીં પરંતુ ત્રણ વિવાદો થયા હતા. સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્કના કેચ બાદ જાેની બેયરસ્ટોના રનઆઉટ પર બંને ટીમો સામસામે આવી ગઈ હતી. જાે કે લોકો તેને રન આઉટ કહી રહ્યા છે, પરંતુ અમ્પાયરે બેયરસ્ટોને સ્ટમ્પ આઉટ જાહેર કર્યો હતો. આ બાબતે હોબાળો થયો હતો. વિશ્વ ક્રિકેટના દિગ્ગજાેએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કેટલાકે ક્રિકેટના નિયમો હેઠળ એલેક્સ કેરી દ્વારા કરવામાં આવેલા સ્ટમ્પને રમતની ભાવનાની વિરુદ્ધ ગણાવ્યું હતું.

    મેચના પાંચમા દિવસે ઈંગ્લેન્ડની ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી અને કેપ્ટન બેન સ્ટોક્સે બેન ડકેટ સાથે સારી ભાગીદારી કરીને મેચમાં પોતાની ટીમને વાપસી કરાવી હતી. ડકેટના આઉટ થયા બાદ જાેની બેરસ્ટો અને સ્ટોક્સે ભાગીદારીની શરૂઆત કરી હતી, પરંતુ બેયરસ્ટો સ્ટમ્પ આઉટ થયો હતો. બેયરસ્ટો ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની ૫૨મી ઓવરનો છેલ્લો બોલ છોડી દીધી અને સ્ટોક્સ સાથે વાત કરવા ક્રિઝની બહાર આવ્યો હતો. આ જાેઈને વિકેટકીપર એલેક્સ કેરીએ બોલને પકડી સ્ટમ્પ વિખેરી દીધા હતા. નિયમો અનુસાર બોલ ડેડ ન હતો અને ઓસ્ટ્રેલિયાની અપીલ પર અમ્પાયરે બેયરસ્ટોને આઉટ જાહેર કર્યો હતો.

    બેયરસ્ટોના રન આઉટ પર કોણે શું કહ્યું?
    ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મેચ બાદ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું, “મારા મતે તે રમતના નિયમો અનુસાર હતું. આ પહેલા બેયરસ્ટો પોતે પણ આવું કરી ચુક્યા છે. તેણે વર્ષ ૨૦૧૯માં આ રીતે જ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથને આઉટ કર્યા હતા. તે સામાન્ય વાત છે. આ માટે હું સંપૂર્ણ શ્રેય એલેક્સ કેરીને આપવા માંગુ છું. તે નિયમો હેઠળ હતું પરંતુ કેટલાક લોકો આ

    સાથે અસહમત હોઈ શકે છે, પરંતુ જે રીતે ગઈ કાલે કેચ અંગે ર્નિણય કરવામાં આવ્યો હતો, આ પણ તે જ રીતે હતો.
    મેચ બાદ જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જાે હું તે સમયે ફિલ્ડિંગ કરી રહ્યો છું તો હું રમતની ભાવના વિશે વિચારું છું. જાે કોઈ મને પૂછે કે મારે આ રીતે જીતવું છે તો હું ના કહીશ.
    ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એશિઝ સિરીઝની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સ કેરીના ઈંગ્લેન્ડના બેયરસ્ટોના રનઆઉટને યોગ્ય ઠેરવ્યું છે. અશ્વિને કહ્યું, “આપણે નિયમો હેઠળ દેખાડવામાં આવેલી તત્પરતાની પ્રશંસા કરવી જાેઈએ. વિકેટકીપર સ્ટમ્પ પર ત્યારે જ નજર રાખે છે જ્યારે તેને અથવા તેની ટીમને લાગે છે કે બેટ્‌સમેન વારંવાર ક્રિઝ છોડી રહ્યો છે.
    બેયરસ્ટોના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા સ્ટુઅર્ટ બ્રોડે તરત જ કેરી પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેણે ક્રિઝ પર આવતાની સાથે જ ઓસ્ટ્રેલિયન વિકેટકીપરને કહ્યું, તમને આ માટે હંમેશા યાદ કરવામાં આવશે.

    ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘સ્પોર્ટ્‌સમેનશિપની હંમેશા ચર્ચા થાય છે. તમે હંમેશા મેચમાં ખેલદિલીને પ્રથમ સ્થાન આપો છો. હું આ માટે એલેક્સ કેરી અને પેટ કમિન્સને જવાબદાર ગણું છું. તે નિયમો હેઠળ હતું. નિયમો બધા માટે સરખા છે, પરંતુ સવાલ એ થાય છે કે શું પેટ કમિન્સે આ માટે બેયરસ્ટોને ચેતવણી આપી હતી? તે બેયરસ્ટોને કહી શક્યો હોત કે તમે સતત ક્રિઝથી બહાર જઈ રહ્યા છો. આ બધું હોવા છતાં, હું કહીશ કે પેટ કમિન્સ અને તેની ટીમ સાચા હતા.

    ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન ઈયોન મોર્ગને કોમેન્ટ્રી દરમિયાન કહ્યું, “બેયરસ્ટોએ બોલ છોડી દીધો. રમત હજુ ચાલુ હતી અને બોલ માન્ય હતો. તે ક્રિઝથી આગળ ગયો અને આઉટ થયો. એલેક્સ કેરીએ સરસ કામ કર્યું.
    ભારતના પૂર્વ ઓપનર આકાશ ચોપરાએ ટિ્‌વટ કર્યું કે રમતના નિયમો હેઠળ જે કંઈ થાય છે તે રમતની ભાવનાની વિરુદ્ધ નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    T20 World Cup 2026: ટિકિટ કેવી રીતે બુક કરવી અને તેની કિંમત કેટલી છે તે જાણો

    December 12, 2025

    T20I Series 2025: અભિષેક શર્માનો ધમાકો, વર્ષમાં 50 છગ્ગા પૂરા કર્યા

    December 12, 2025

    T20 World Cup 2026: ટિકિટનું વેચાણ શરૂ, પ્રવેશ 100 રૂપિયાથી શરૂ

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.