Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»એલપીજીના નવા દરો થયા જાહેર સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
    India

    એલપીજીના નવા દરો થયા જાહેર સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૧ જુલાઈ એટલે કે આજે એલપીજી સિલિન્ડરના નવા દર જારી કરવામાં આવ્યા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડર અને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની નવી દિલ્હીમાં રસોડામાં ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમત ૧૧૦૩ રૂપિયા અને કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરની કિંમત ૧૭૭૩ રૂપિયા પર યથાવત છે. આ સિવાય દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૧૧૦૨.૫૦ રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૭૨૫ રૂપિયા પર યથાવત છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત ૧૧૨૯ રૂપિયા પર સ્થિર છે. જ્યારે કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરની કિંમત ૧૮૭૫.૫૦ રૂપિયા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર,

    ચેન્નાઈમાં એક એલપીજી એલપીજી સિલિન્ડર ૧૧૧૮.૫૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જ્યારે કોમર્શિયલ રૂ.૧૯૩૭માં વેચાઈ રહી છે. સરકારે કેટલાક મહિનાઓ દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. ગયા મહિને જૂન દરમિયાન કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરની કિંમતમાં ૮૩ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો મે મહિનામાં પણ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો અને એક સિલિન્ડરની કિંમત ૧૮૫૬.૫૦ રૂપિયા પર પહોંચી ગઈ હતી. અને એપ્રિલ દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૨૦૨૮ રૂપિયા હતી. માર્ચમાં તેની કિંમત સૌથી વધુ ૨૧૧૯.૫૦ રૂપિયા હતી. જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૭૬૯ રૂપિયા હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

    માર્ચમાં એલપીજી સિલિન્ડરમાં ૫૦ રૂપિયાનો વધારો થયો હતો. તે જ સમયે, તે પહેલા, ગયા વર્ષે ૬ જુલાઈએ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. દેશની રાજધાની નવી દિલ્હીમાં માર્ચ સુધી એલપીજી સિલિન્ડરની કિંમત ૧૦૫૩ રૂપિયા હતી, જેમાં ૫૦ રૂપિયાનો વધારો થયો હતો અને હવે તે ૧૧૦૩ રૂપિયા પ્રતિ સિલિન્ડર વેચાઈ રહ્યો છે. જાે તમે એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માંગો છો, તો તમે ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ રંંॅજઃ//ર્ૈષ્ઠઙ્મ.ર્ષ્ઠદ્બ/ॅિૈષ્ઠીજ-ર્ક-ॅીંિર્ઙ્મીેદ્બ-ॅિર્ઙ્ઘેષ્ઠંજ પર જઈને ચેક કરી શકો છો. અહીં તમને ન્ઁય્ સિવાય અન્ય વસ્તુઓના અપડેટ્‌સ પણ મળશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.