IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. આ પહેલા જાણી લો બંને ટીમો વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર કોણ છે…
- ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ જેમ્સ એન્ડરસનના નામે છે. એન્ડરસને ભારત સામે 35 મેચ રમી છે અને 139 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 24.89 રહી છે.

- આ યાદીમાં 70ના દાયકાના ભારતીય સ્પિનર ભાગવત ચંદ્રશેખર બીજા સ્થાને છે. તેણે ઈંગ્લેન્ડ સામેની 23 ટેસ્ટ મેચમાં 27.27ની એવરેજથી 95 વિકેટ લીધી હતી.
- ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર અનિલ કુંબલે ત્રીજા નંબર પર છે. આ ભારતીય દિગ્ગજ ખેલાડીએ ઈંગ્લેન્ડ સામે 19 મેચમાં 92 વિકેટ લીધી હતી.
- આર અશ્વિન અહીં ચોથા સ્થાને છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામે 19 ટેસ્ટ મેચ રમી અને 28.59ની બોલિંગ એવરેજથી 88 વિકેટ લીધી.
- ટોપ-5ની આ યાદીમાં પાંચમું સ્થાન પણ ભારતીય સ્પિનરનું છે. બિશન સિંહ બેદીએ ઈંગ્લેન્ડ સામેની 22 ટેસ્ટ મેચોમાં 29.87ની બોલિંગ એવરેજથી 85 વિકેટ લીધી હતી.
