Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»વીડિયો જાેઈ ઉકળી જશે તમારું લોહી પૂજારીએ ધાર્મિક વિધિના નામે બાળક પર રેડ્યું ઉકળતું દૂધ
    India

    વીડિયો જાેઈ ઉકળી જશે તમારું લોહી પૂજારીએ ધાર્મિક વિધિના નામે બાળક પર રેડ્યું ઉકળતું દૂધ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેશમાં આજે પણ લોકોમાં અંધશ્રદ્ધા પ્રવર્તે છે. આ વાતનો પુરાવો ઘણી વખત સામે આવી ચૂક્યો છે. આજે ફરી એક વખત એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જાેઈને તમારું લોહી પણ ઉકળી જશે. ધર્મના નામે ચાલતા ધતિંગનો પરદાફાસ કરતો આ વીડિયો ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે. બલિયા જિલ્લાના એક ગામનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે. આ વીડિયોમાં એક ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન એક પુજારી બાળક સાથે અમાનુષી વર્તન કરે છે. પૂજારી નાનકડા બાળકને ઉકળતા દૂધથી નવડાવે છે.
    હચમચાવી દે તેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થયા પછી વાયરલ થવા લાગ્યો છે. વીડિયોમાં જે પુજારી જાેવા મળે છે તે વારાણસીના હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે આ પૂજારી બાળકને પોતાના ગોઠણ પર બેસાડે છે. બાજુમાં કેટલાક વાસણમાં દૂધ ઊકળે છે, આ દૂધમાંથી ફીણ પૂજારી હાથથી કાઢે છે અને તે ગરમ ફીણને બાળકના ચહેરા પર લગાડી દે છે. ગરમ વસ્તુ ચહેરા પર અડતાની સાથે જ બાળક જાેર જાેરથી રડવા લાગે છે.
    બાળક બળતરાના કારણે જાેરજાેરથી રડે છે પરંતુ પૂજારી અટકવાનું નામ નથી લેતો અને તે અનુષ્ઠાન ચાલુ જ રાખે છે. ત્યારબાદ તે બાળકને જમીન પર સુવડાવે છે અને તેના પર ગરમ દૂધ રેડી દે છે. હૃદય કંપાવી દે તેવું આ દ્રશ્ય અનેક લોકો મુખદર્શક બનીને જાેતા રહે છે. જાેકે આ પહેલી વખત નથી કે કોઈ બાળક સાથે આવું વર્તન થયું હોય આવી ભયાનક ઘટના આ પહેલા પણ બની ચૂકી હતી. જાણવા મળતી માહિતી અનુસાર થોડા દિવસ પહેલા જ આવી એક પ્રથાના કારણે અઢી મહિનાની બાળકીનું મોત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે બાળકીની માતા આવા જ ઉપચારક પાસે તેની સારવાર માટે લઈ ગઈ હતી. બાળકીની સારવાર કરવાનું કહી તાંત્રિકે બાળકીને ૫૦ વખત ગરમ લોઢાના સળિયાથી ડામ દીધા હતા. જેના કારણે બાળકી દાઝી ગઈ અને સારવાર મળે તે પહેલા જ તેનું જીવ જતો રહ્યો. આ મામલે બાળકી સાથે આવો દુર્વ્યવહાર કરનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસે કેસ નોંધી કાર્યવાહી કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.