અંકલેશ્વરની ય્ૈંડ્ઢઝ્રની એક કંપનીના માલિકે ભરૂચના બિલ્ડર પાસેથી ૧૫ દિવસ માટે ૬ કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન કરતા છેતરપિંડીની ફરિયાદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીઆઈડીસીમાં આવેલા નોરિસ મેડિસીન કંપનીના માલિક અને ચેન્નાઈના રહીશ વિમલ શાહની મુલાકાત ભરૂચના ચંદ્રેશ શાંતિલાલ શ્રોફે ભરૂચના શિલ્પી ગ્રુપના બિલ્ડર સેજલ શાહ સાથે કરાવી હતી. શ્રોફ ચંદ્રેશ દ્વારા વિમલ શાહ સાથે તેમના જૂના પારિવારિક સંબંધો હોવાનું કહીને બિલ્ડર સેજલ શાહ સાથે મુલાકાત કરાવી હતી. વિમલ શાહે પોતાને અરજન્ટ ૬ કરોડ રૂપિયાની જરૂરિયાત હોવાથી ચંદ્રેશ શ્રોફે હમણા તેમની પાસે નથી તેમ જણાવ્યું હતું. જેથી બિલ્ડર સેજલ શાહને કહ્યું હતું કે, તમારી પાસે હોય તો હમણા તમે આપી દો. વિમલ શાહે માત્ર ૧૫ દિવસ માટે હાથ ઉછીના કહીને ૬ કરોડ રૂપિયાની માતબર રકમ માંગતા સેજલ શાહે તેમની કુટુંબની બહેન કિરણના બેંકના એકાઉન્ટમાંથી ૨૮ ડિસેમ્બરના રોજ વિમલ શાહના સીટી યુનિયન ચેન્નાઈના એકાઉન્ટમાં બે કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ વિમલ શાહેર બાકીના ૪ કરોડ રૂપિયા તાત્કાલિક ટ્રાન્સફર કરવાનું જણાવતા સેજલ શાહે ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પોતાના બેંકના એકાઉન્ટમાંથી વિમલ શાહના ખાતમાં ૪ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જાે કે, ૧૫ દિવસ માટે આપેલી માતબર રકમ પરત કરવામાં વિમલ શાહે નાટક કરવાનું શરૂ કર્યું. બિલ્ડર સેજલ શાહે અને શ્રોફ ચંદ્રેશ દ્વારા અવારનવાર વિમલ શાહને પૈસાની માંગણી કરવામાં આવતા વિમલ શાહેર ઉધરાણી કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. આમ ઉછીના લીધેલા ૬ કરોડ રૂપિયા ૧૫ દિવસમાં પરત કરવાની વાત હતી, પરંતુ ૬ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં વિમલ શાહે રૂપિયા પરત ન કરતા આખરે બિલ્ડર સેજલ શાહે વિમલ શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ તાલુકાના વાસદ ગામે રહેતા ગૌરાંગભાઈ ઉર્ફે કાલુ રાજેન્દ્રભાઈ અગ્રવાલ પોતાના પરિવાર સાથે રહે છે. એગ્રી બિઝનેસ કોર્પોરેટ નામની કંપની ધરાવી તુરેવદાળનો વેપાર કરે છે. છેલ્લા ૧ વર્ષથી આણંદ તાલુકાના મોગરી ગામે ધોબીવાળા ફળિયામાં રહેતા દેવાંગ મફતભાઈ આવતા હતા. દેવાંગભાઈ ધોબી ગણેશ ટ્રેન્ડિંગ નામની સોપારીને વેપાર કરે છે. ૧૫ માર્ચ ૨૦૨૩ના રોજ દેવાંગ ધોબીએ ગૌરાંગભાઈને જણાવ્યું કે, મારે સોપારીનો વેપાર કરવો છે અને રૂપિયાની જરૂર છે.
દેવાંગ પરિચિત હોવાથી ગૌરાગભાઈએ વિશ્વાસ રાખીને ટુકડે ટુકડે કરરીને ૧૫ મેથી ૨૫ જૂન દરમિયાન કુલ ૯૩.૫૦ લાખ રૂપિયા આપીને મદદ કરી હતી. પરંતુ ધોબીએ આપેલા સમય અનુસાર રૂપિયા પરત ન કરતા વેપારીએ વિશ્વાસઘાત અને છેતરપિંડીની વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરાઈ છે.