ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ખાસ કરીને બારડોલીમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી અને અહીં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ, હવામાન વિભાગની આગાહી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. એટલું જ નહીં સૌરાષ્ટ્રના પણ કેટલાંક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. ડાંગ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સુરતના મહુવામાં ૫.૬ ઈંચ અને વાલોડમાં ૪.૫ ઈંચ વરસાદ નોંધાયો છે.
સમગ્ર ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો, હળવો અને અતિભારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ વરસાદે ઘમરોળ્યું છે. અહીં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. બીજી તરફ, બારડોલીમાં છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના મહુવામાં ૫.૬ ઈંચ, વાલોડમાં ૪.૫ ઈંચ, પલસાણામાં ૪.૬ ઈંચ, ઉધનામાં ૫ ઈંચ, ચિખલીમાં ૩.૬ ઈંચ અને નવસારીમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
આ તરફ વલસાડમાં ૪.૫૨ ઈંચ, ગણદેવીમાં ૪.૪ ઈંચ વરસાદ નોંધાયો છે. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર નવી આશા જાેવા મળી રહી છે. જ્યારે તાપીની વાત કરવામાં આવે તો તાપીના વાલોડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઈ હતી. કેટલાંક નીંચાણવાળા વિસ્તારોમાં આવેલાં મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ઘરમાં જ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રાત્રે પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ સિવાય નવસારીમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લાં ચોવીસ કલાકમાં નવસારીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. નવસારી શહેરમાં ૫ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગણદેવીમાં ૫ ઈંચ, ખેરગામમાં ૪ ઈંચ, જમાલપોર-ચિખલીમાં ૪-૪ ઈંચ, વાંસદામાં ૨ ઈંચ નોંધાયો છે. ભારે વરસાદ બાદ અહીં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ જાેવા મળી છે. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. મહત્વનું છે કે, ચાર દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.