Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આઝાદ પર કેટલાંક શખસો દ્વારા જીવલેણ હુમલો ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ ઉપર જીવલેણ હુમલો
    India

    આઝાદ પર કેટલાંક શખસો દ્વારા જીવલેણ હુમલો ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ ઉપર જીવલેણ હુમલો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    યુપીના સહારનપુરથી મોટા સમાચાર આવ્યા છે. જ્યાં ચંદ્રશેખર આઝાદ પર દેવબંદ વિસ્તારમાં હુમલો થયો છે. હરિયાણા નંબરની કારમાંથી આવેલા બદમાશોએ આઝાદ પર ફાયરિંગ કર્યું હતું. આઝાદને પેટ અને કમરમાં ગોળી વાગી છે. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં દેવબંદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સહારનપુરના દેવબંદ પહોંચેલા ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદના કાફલા પર અજ્ઞાતો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ જીવલેણ હુમલામાં ચંદ્રશેખર ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે દેવબંદની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. ચંદ્રશેખર પોતાની કારમાં દેવબંદ પહોંચ્યા હતા, ત્યારે અચાનક તેમની ગાડી પર અજ્ઞાત લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળી તેમને અડીને નીકળી છે જેથી તેઓ ઈજાગ્રસ્ત થયા છે.
    સહારનપુરના દેવબંદ પહોંચેલા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદના કાફલા પર અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. આ જીવલેણ હુમલામાં ચંદ્રશેખર ઘાયલ થયા છે, જેમને સારવાર માટે દેવબંદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચંદ્રશેખર પોતાની ફોર્ચ્યુનર કારમાં દેવબંદ પ્રવાસે પહોંચ્યા હતા. અચાનક અજાણ્યા હુમલાખોરોએ તેમના વાહન પર ગોળીબાર કર્યો હતો. ગોળી તેમને સ્પર્શ્યા બાદ નીકળી ગઈ હતી, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા.
    તેમની કાર પર પણ બુલેટના નિશાન સ્પષ્ટ જાેઈ શકાય છે. માહિતી મળતા જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો હરિયાણા નંબરની કારમાં આવ્યા હતા અને ચંદ્રશેખર આઝાદ પર ગોળીબાર કર્યો હતો. ચંદ્રશેખરને ગોળી વાગી છે. તેમની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. ફાયરિંગમાં તેમની કારના કાચ પણ તૂટી ગયા હતા. હાલ પોલીસે નાકાબંધી કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.
    આ સાથે આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે, જેથી હુમલાખોરોની ઓળખ કરી શકાય.
    આ કેસ વિશે માહિતી આપતા ડૉક્ટરે જણાવ્યું હતું કે, “અડધો કલાક પહેલાં, કેટલાક કાર સવાર સશસ્ત્ર માણસોએ ચંદ્રશેખર આઝાદના કાફલા પર ગોળીબાર કર્યો હતો. એક ગોળી તેમને સ્પર્શી ગઈ હતી. તેઓ ઠીક છે અને તેમને સારવાર માટે ઝ્રૐઝ્રમાં લઈ જવામાં આવ્યા છે. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.