Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ગુગલે તેના એકાઉન્ટ હોલ્ડરોને માત્ર એક મહિનાનો સમય આપ્યો છે ગૂગલ કરોડો Gmail એકાઉન્ટને કાયમ માટે ડિલિટ કરી નાખશે
    WORLD

    ગુગલે તેના એકાઉન્ટ હોલ્ડરોને માત્ર એક મહિનાનો સમય આપ્યો છે ગૂગલ કરોડો Gmail એકાઉન્ટને કાયમ માટે ડિલિટ કરી નાખશે

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગૂગલ અત્યારે વિશ્વની ટોચની ટેક્નોલોજી કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને તેણે આવતા મહિને કરોડો Gmail એકાઉન્ટને કાયમ માટે ડિલિટ કરવાનો ર્નિણય લીધો છે. ગૂગલના જે જીમેઈલ એકાઉન્ટ છેલ્લા બે વર્ષથી ઓપરેટ નહીં થયા હોય તેને બંધ કરી દેવામાં આવશે અને ફરીથી એક્સેસ નહીં થઈ શકે. Gmail એ તેની નવી પોલિસીમાં નક્કી કર્યું છે જે લોકો ય્દ્બટ્ઠૈઙ્મ એકાઉન્ટનો છેલ્લા બે વર્ષથી ઉપયોગ નથી કરતા તેના એકાઉન્ટ ડિલિટ કરી દેવા.

    આમ કરવાથી ગૂગલની કામગીરી વધારે સ્મૂધ બનશે. તેથી તમે પણ તમારા Gmail એકાઉન્ટનો રેગ્યુલર ઉપયોગ નથી કરતા અથવા છેલ્લા બે વર્ષમાં ઉપયોગ કર્યો નહીં હોય તો તમારું એકાઉન્ટ પણ ડિલિટ થઈ જવાની શક્યતા છે. ગુગલે તેના એકાઉન્ટ હોલ્ડરોને માત્ર એક મહિનાનો સમય આપ્યો છે. તેથી તમારે એકાઉન્ટ ચાલુ રાખવું હોય તો અત્યારે જ એક વખત લોગ ઈન કરી નાખો. ગૂગલના પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઈસ પ્રેસિડન્ટ રુથ ક્રિચેલીએ એક બ્લોગમાં લખ્યું હતું કે તેઓ જીમેઈલને લગતું રિસ્ક ઘટાડવા માટે કામ કરી રહ્યા છે.

    ગૂગલે નક્કી કર્યું છે કે જે એકાઉન્ટ બે વર્ષથી બંધ હોય અને તેમાં લોગ ઈન કરવામાં આવતું ન હોય તેને ઈનએક્ટિવ કરી નાખવા. આવા એકાઉન્ટ ડિલિટ કરવામાં આવશે અને તેની અંદર રહેલું કન્ટેન્ટ પણ જતું રહેશે જેમાં જીમેઈલ, ડોક્સ, ડ્રાઈવ, મીટ અને કેલેન્ડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમારા તમામ ગૂગલ ફોટો પણ ડિલિટ થઈ જવાના છે. ગૂગલ આવું એટલા માટે કરે છે કારણ કે આવા એકાઉન્ટમાં જૂના અથવા રિયુઝ્‌઼ડ પાસવર્ડનો ઉપયોગ થતો હોય છે અને તેમાં ચેડા થયા હોવાની શક્યતા છે. તેના કારણે આવા પાસવર્ડમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન પણ નથી હોતું.

    યુઝર દ્વારા બહુ ઓછા સિક્યોરિટી ચેક કરવામાં આવ્યા હોય છે. આ પોલિસી માત્ર પર્સનલ ગૂગલ એકાઉન્ટને જ લાગુ પડે છે જે છેલ્લા બે વર્ષથી લોગ ઈન નથી થયા. તેથી કોઈ સંસ્થાઓ કે સ્કૂલોના ગૂગલ એકાઉન્ટને તેની કોઈ અસર નહીં થાય. ગૂગલ બ્લોગ પોસ્ટ પ્રમાણે તમારે તમારું એકાઉન્ટ ચાલુ રાખવું હોય તો બે વર્ષની અંદર ઓછામાં ઓછા એક વખત તેને ઓપન કરો અને કંઈક એક્ટિવિટી કરો. આમ કરશો તો તમારું એકાઉન્ટ સક્રિય ગણાશે અને તેને ડિલિટ કરવામાં નહીં આવે. તમે કોઈ ઈમેલ મોકલો અથવા તેને ઓપન કરો, યુટ્યૂબ પર વીડિયો જુઓ, ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરો અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી કંઈક ડાઉનલોડ કરશો તો પણ તમારું જીમેઈલ એકાઉન્ટ એક્ટિવ છે તેમ ગણવામાં આવશે અને તેને ડિલિટ કરવામાં નહીં આવે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      એઆઈ રેસ: ચાઇનાથી પાછળ રહી જવાની માર્ક ઝુકરબર્ગની યુએસને ગંભીર ચેતવણી

      August 11, 2026

      Donald Trump: યુદ્ધના ભય વચ્ચે શાંતિની આશા: ટ્રમ્પ અને ઈરાન વચ્ચે વાટાઘાટોની શક્યતા

      August 6, 2026

      મેટા અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ ઉકેલાયો: માર્ક ઝુકરબર્ગે માફી માંગી, IT કાયદા અને સેફ હાર્બર પર મોટો નિર્ણય

      August 5, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.